પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, મહિસાગર

પોતાના આધ્યાત્મિક, સામાજિક સંદેશાઓ દ્વારા સમાજમાં પ્રવર્તતી અનિષ્ટોને દૂર કરી સમરસતાના આદર્શોનું સ્થાપન કરનાર મહાન સમાજ સુધારક, પરમ જ્ઞાની સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે હિન્દૂ યુવા વાહીની મહિસાગર દ્વારા મહિસાગર તીર્થધામ ખાતે સંત શિરોમણી રવિદાસજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પૂનમ ના પવિત્ર પર્વ નિમિતે હિન્દૂ યુવા વાહીની મધ્ય ગુજરાત ધર્માંધ્યક્ષ, મહિસાગર તીર્થધામ ના મહંતશ્રી અરવિંદગિરિજી મહારાજ ના આશીર્વાદ થી મહીસાગર માતા ની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હિન્દૂ યુવા વાહીની મહીસાગર જિલ્લા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજવા માં આવી હતી.

આ પ્રસંગે પ્રદેશ પ્રચારક હર્ષુ પંડયા, પ્રભારી દેવલભાઈ ત્રિવેદી, વિશાલભાઈ જોશી, મહિસાગર જિલ્લા અધ્યક્ષ મિલનભાઈ પગી, મહામંત્રી અનોપસિંહ માલિવાડ તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment