રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાનો અરવલ્લી જિલ્લામાં પ્રારંભ કરાવતા -કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, અરવલ્લી ખાતે ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો- ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યુ. રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજ પી. સી. એન હાઇસ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અમૃતેશ ઔંગાબાદકરના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે…

Read More

જોડિયા તાલુકાના વાવડી ગામ ખાતે તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારીઓ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

હિન્દ ન્યૂઝ, હડિયાણા, આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગ્રામ પંચાયતના સરપંચ ભવેશભાઈ મકવાણા ની આગેવાની હેઠળ આરોગ્ય ની ટીમ ના આણદા ગામના સબ સેન્ટર ના CHO લાલજીભાઈ જૂથર અને MPHW ગોસ્વામી ભવેશભાઈ દ્વારા વાવડી ગામના તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારી અને અન્ય ગ્રામજનો ટોટલ 30 જેટલા વ્યક્તિ ઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટ કરતા બધા ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને ગામ ના લોકોને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. અને હવે પછી ના દિવસો માં ફરી એકવાર તમામ રીક્ષા ચાલકો ને તેમજ બહાર ગામ…

Read More

વડોદરામાં 144ની કલમ લાગુ કરાઈ

હિન્દ ન્યૂઝ, વડોદરા, પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટએ જાહેરનામું બહાર પાડી કલમ લાગુ કરી. 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી લાગી રહેશે 144 કલમ સભા, રેલી, સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ 4 કરતા વધુ વ્યક્તિ નહિ થઈ શકે ભેગા કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે લીધો નિર્ણય. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો. ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની ૨ તોલાની ૪ બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. ૧ લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર…

Read More

મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા નવા હોદ્દેદારો ની નિમણુંક

હિન્દ ન્યૂઝ, મહુવા, આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આદમી પાર્ટી દ્વારા નવા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોને નિમણુંક કરવામાં આવ્યા હતા. જેમાં મહુવા તાલુકાના વિભાગીય મોરચાના પ્રમુખ મહુવા તાલુકા આઈ.ટી.સેલ (સથરા), કિશનભાઇ મંગળભાઈ ભાલિયા, પ્રમુખ માલધારી સેલ (કૃષ્ણપુર), ભોળાભાઈ કાનાભાઈ આલગોતર, પ્રમુખ sc.st સેલ (કણકોટ) પ્રરેશભાઈ મનુભાઈ મારુ, પ્રમુખ કિસાન સેલ (વાલાવાવ) પ્રવિણભાઇ, એભાભાઈ જેઠવા, પ્રમુખ O.B.c સેલ (ભાદ્વોડ) જસુભાઈ ડાયાભાઈ ડાભી, પ્રમુખ મહિલા મોરચા (ગઢડા) કુવરબેન, પ્રમુખ લધુમતી સેલ (કુંભણ) ઈકબાલભાઈ કરીમભાઈ કાજી , ઉ.પ્રમુખ ગોબરભાઈહાજાભાઈ ચોટીયા (ગોરસ) ચંન્દ્રેશભાઈ પ્રવિણભાઇ ડાભી (મોણપર), મહામંત્રી કુલદીપસિંહ દિલીપસિંહ ગોહિલ (મોણપર),…

Read More

વડોદરાના ભૂવાનગરી ના ઓલ્ડ પાદરા રોડ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, સામાજિક કાર્યકરે માથા પર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ કર્યો

હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આજે મુખ્ય માર્ગ પર જ 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. આ મસમોટા ભૂવા અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે સામાજિક કાર્યકરે માથા ઉપર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂવાઓ અને મસમોટા ખાડાઓ પડ્યા. ચોમાસાની સિઝનમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર ખાડાઓ અને ભૂવાઓ પડવાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. જેના કારણે વડોદરા શહેર ભુવાનગરી તરીકે ઓળખાઇ રહી છે અને સતત પડી રહેલા ભૂવાઓ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. વડોદરાના ચકલી સર્કલથી મનીષા…

Read More

રાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,, તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોહસીનખાન મલેક અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકીયા, મહેશભાઈ મંઢ, હિરેનભાઈ સોલંકી, દીપકભાઈ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા અને કિરીટસિંહ ઝાલાને સાથે રાખીને ન્યુ નહેરુનગર શેરીનં.૮ માં દરોડો પાડી જયેશ દેવાયતભાઈ બરારીયા નામના શખ્સને R.C બ્રાન્ડના ૨૯ અને સિગ્નેચર બ્રાન્ડના ૩૦ સહીત ૨ લિટરના દારૂના ૫૯ જગ જેની કિંમત.૮૮,૫૦૦ થતી હોય તેની સાથે ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં તેનો મોરબી રહેતો મિત્ર ટ્રક ચલાવતો…

Read More

લાખણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, લાખણી, એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયની જીવન ઉન્નતીથી સ્વતંત્ર ભારતના વિકાસનો માર્ગ પ્રશસ્ત કરનાર તથા જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી નિમિત્તે લાખણી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ભાજપના પદાધિકારીઓ સહિતના વિવિધ લોકોએ થઈને ૨૩ જેટલા રક્ત દાતાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કરનાર તમામ લોકોને તાલુકા ભાજપ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મંત્રી ટી.પી.રાજપૂત લાખણીના સરપંચ એન.ટી.પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય હેમરાજભાઈ પટેલ લાખણી એ.પી.એમ.સી ના વાઇસ ચેરમેન તેજાભાઈ ભુરિયા લાખણી…

Read More

આજ રોજ રાજપીપલા ટાઉનહોલ ખાતે ‘સાત પગલા ખેડૂત’ કાયૅકમ,

હિન્દ ન્યૂઝ, નર્મદા, ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ના હસ્તે લોકાર્પણ તથા લાભાર્થી ખેડૂતો ને મંજૂરી હૂકમ પત્રો વિતરણ કાયૅકમ યોજાઓ, રાજપીપલા ખાતે સાત પગલા ખેડુત કાર્યક્રમ ના અંતગૅત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો ને વિના મૂલ્યે છત્રી પુરી પાડવાતથા સ્માટૅ હેન્ડ ટૂલ તથા કાંટાડીવાડ ની યોજના વિગેરેની યોજના લોકાઅપૅણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તે હેતુથી ચાલુ વર્ષે ‘સાત પગલા ખેડૂત કલ્યાણ ના’અંતગૅત સાત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, પગલું -1, મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના, 2. કિસાન પરિવહન યોજના, 3. સંપુણ દેશી ગાય…

Read More

છોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી, કાંટાળી વાડ યોજના અને સ્માર્ટ કીટ વિતરણ યોજનાનો ઇ- લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પોલીસ આવાસ નિગમના ચેરમેન પટેલે સરકારના વિકાસલક્ષી નીતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી છે. એ જ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખેડૂતોની સ્થિતિ સુધરે ખેડૂતોની આવક બમણી થાય એ…

Read More