નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તેં હેલ્પિંભગ હેન્ડં ચેરીટેબલ ટ્રસ્ટરને કાર્ડિયાક/ઇન્ટેાન્સીુવ કેર એમ્યુ્રી લન્સ અર્પણ કરાઇ

હિન્દ ન્યુઝ, વલસાડ

         વલસાડ જિલ્લાના પારડી સ્થિસત મહેતા હોસ્પિ ટલ, કિલ્લા પારડી ખાતે કાર્યરત હેલ્પીંગ હેન્ડળ ચેરીટેબલ ટ્રસ્ટાના કિડની કેર અને ડાયાલીસીસ સેન્ટેરને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ‍ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટેનન્સી વ કેર એમ્યુ્રો લન્સગ પારડી તાલુકાની જનતા માટે અર્પણ કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે્ લીલીઝંડી આપી એબ્યુાલન્‍સને પ્રસ્થાીન કરાવવામાં આવી હતી. હેલ્પીંનગ હેન્ડર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સેવાના વિવિધ પ્રકલ્પો્માં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સપ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટેમાંથી ફાળવાયેલી લાઈફ સપોર્ટિંગ સાધનોયુક્તલ અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટે ન્સીાવ કેર એમ્યુમાં લસની સુવિધાનો સમાવેશ થઈ રહ્યો છે. જે હવેથી પારડી તાલુકાની જનતા માટે ઉપલબ્ધા બનશે. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મેં કર્યા છે એવો ભાવ રાખ્યાા વગર કરવામાં આવી રહેલી સંસ્થાસની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આરોગ્યયલક્ષી સેવાઓ માટે આપવામાં આવેલી એમ્યુા લન્સ્ જરૂરીયાતમંદ દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા વ્યાક્તં કરી હતી.કિડની અને ડાયાલીસીસના દર્દીઓ માટે મા યોજના અંતર્ગત કેશલેસ સેવા ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન પાઠવ્યાલ હતા. પારડી વિસ્તાકરમાં અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે તેમ જણાવી પારડી નગરમાં ઇલેક્ટ્રિ સિટી લાઇન ટૂંક સમયમાં જ અન્ડકર ગ્રાઉન્ડ કરવામાં આવશે અને પારડી આઈ.ટી.આઈ.ની બાજુમાં સાયન્સ કોલેજનું મકાન બનશે તેમ તેમણે વધુમાં જણાવ્યુંલ હતું. આ અવસરે ટ્રસ્ટર ચેરમેન ડો. પ્રફુલ મહેતાએ સ્વા્ગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સમાજ ઉપયોગી સેવાઓ માટે સતત કાર્યરત આ સંસ્થાયને અદ્યતન એમ્યુઆપી લન્સપ ફાળવવા બદલ આભારની લાગણી વ્યથક્તા કરી હતી. વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુંલ હતું કે, આરોગ્યજ સેવા માટે ફાળવાયેલી એમ્યુપ લન્સવ સેવા આ વિસ્તા્રના પ્રજાજનોને ખૂબ જ ઉપયોગી નીવડશે. હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટસના વાઇસ ચેરમેન શરદભાઈ દેસાઈએ આભારવિધિ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચએ કર્યું હતું.

Related posts

Leave a Comment