નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગરપાલિકા વિસ્તા્રમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, પારડી 

           નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગરપાલિકા વિસ્તા્રમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્સ્ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે પારડી નગરપાલિકા વિસ્તાપરમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્યુ નીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્તાનરોના સી.સી. તથા આર.સી.સી. રસ્તાીઓના ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નુતન નગર તથા સ્વાલતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્વાેતિ કોલોનીના કામોના લોકાર્પણ મળી કુલ રૂા.૪૩૧.૬૪ લાખના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાત હતા. આ અવસરે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પારડી નગરપાલિકા ટીમની કામગીરીની બિરદાવતાં જણાવ્યુંમ હતું કે, પારડી વિસ્તા રમાં અનેકવિધ વિકાસકાર્યો થઇ રહયાં છે.

         આવનારા સમયમાં પણ અનેકવિધ કામો થકી નગરપાલિકા વિસ્તા રને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. સફાઈ કામદારો માટે મકાનો બનાવવા, શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરીનું સુચારુ આયોજન કરવા તેમજ સોલિડ વેસ્ટુ સાઈડની કામગીરી એક વર્ષ એક વર્ષમાં પૂરી થાય તેમજ કિલ્લાના વિકાસ માટે આગવી ઓળખ તરીકેની સુવ્યશવસ્થિટત યોજના બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. પારડી નગરપાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડે સ્વારગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. નગરપાલિકા બાંધકામ સમિતિ અધ્ય ક્ષ રાજેશભાઈ પટેલે આજે થનારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની વિસ્તૃાત જાણકારી આપી હતી. આભારવિધિ ચીફ ઓફિસર પ્રાચીબેન દોશીએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચાએ કર્યું હતું.

Related posts

Leave a Comment