જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, સુરત 

              જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલાની સબ જેલ પાછળ, નિઝામશાહ દરગાહની બાજુમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસના ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના મુખ્યમહેમાનપદે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા તેમજ અતિથિવિશેષપદે જિલ્લા કલેકટર ડી.એ.શાહ, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, નગરપાલિકાઓના સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ સહિત વિવિધ સમિતિના અધ્યક્ષઓ, નગરપાલિકાના સભ્યઓ વગેરે પણ ઉક્ત કાર્યક્રમમાં સહભાગી બનશે.

Related posts

Leave a Comment