છોટાઉદેપુરમાં જિલ્લાકક્ષાની “૭૪ મા સ્વાતંત્ર્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાના “૭૪ મા સ્વાતંત્ર્ય દિવસ” ની ઉજવણી જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં છોટાઉદેપુરમાં આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા, માજી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, શંકરભાઇ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધીક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ વન સંરક્ષક નિલેશભાઇ પંડયા, અધિક નિવાસી કલેકટર કે.એસ.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી કલ્પેશભાઇ ઉનડકટ,પુરવઠા અધિકારી મિતેશભાઇ વસાવા તેમજ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય…

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેર મેઘાણી હાઇસ્કુલ માં સ્વતંત્ર દિવસની ઉજવણી 

  અમરેલી, અમરેલીના બગસરા શહેરમાં બગસરા ભાજપ સહિત પરિવાર દ્વારા 74 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે બગસરા ના મેઘાણી હાઇસ્કુલ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ધ્વજ વંદન કાર્યક્રમ તેમજ બગસરા શહેરમાં કોરોનાવાયરસ દરમિયાન સતત ખડા પગે સેવા આપી રહેલા બગસરા પોલીસ સ્ટેશનના સ્ટાફનું તેમજ આરોગ્ય વિભાગના ગોંડલીયા, મામલતદાર કચેરીના તલાટ નું ભાજપ શહેર પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં બગસરા શહેર ભાજપના દરેક સભ્યો તેમજ હોદેદારોએ હાજરી આપી હતી. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ માં 74-માં સ્વાતાંત્ર્ય દિવસ ની ઉજવણી

ઓખા , આજરોજ ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ માં 74-માં સ્વાતાંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળા ના આચાર્ય જે. બી. જાડેજા, એમ. ડી. જાડેજા, જતીનભાઈ રામાવત અને શિક્ષક ગણ હાજર રહ્યા હતા. 50% સ્ટાફ હાજર રહ્યા હતા, પરંતુ સરકાર નિયમ ને અનુસરી ને સોસીયલ ડિસ્ટન્સ જાળવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા ના શિક્ષિકા પૂજાબેન દવે એ આ રાષ્ટ્રીય તહેવાર વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સાથે શાળાના તમામ શિક્ષકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવી હતી. રિપોર્ટ : પૂજા દવે, દેવભૂમિ દ્વારકા

Read More

પંચમહાલ જિલ્લામાં ગત કોરોના સંક્રમણના નવા ૪૩ કેસ નોંધાયા

પંચમહાલ, પંચમહાલ જિલ્લામાં ગત કોવિડ-૧૯ સંક્રમણના ૪૩ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૮૯૩એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૮ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૪, હાલોલમાંથી ૧૨ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૭૦૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા૧૯૦ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા કુલ ૫૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા…

Read More

વાંકાનેર ખાતે શક્તિપરા સરકારી પ્રાથમિક શાળામાં આજે ૭૪ સ્વતંત્ર દિન નિમિત્તે તિરંગા ને સલામી

વાંકાનેર, વાંકાનેર ખાતે શક્તિપરા સરકારી પ્રાથમિક શાળામાં આજે ૭૪ સ્વતંત્ર દિન નિમિત્તે તિરંગા ને સલામી આપી પર્વની ઉજવણી કરવામાં આવી. હસનપર ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન જીવણભાઈ હાજર રહેલ હતા તથા એસ.એમ.સી ના અધ્યક્ષ ચતુરભાઈ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવેલ હતું. સાથે આ કાર્યક્રમ માં એસએમસી ના સભ્ય હસમુખભાઈ મકવાણા તથા આચાર્ય અને શિક્ષકગણ હાજર રહેલ હતા. આજનો આ પર્વ સરકારના પરિપત્ર અનુસાર કોરોનાવાયરસ ના કારણે સોશિયલ ડિસ્ટન્સ ને અનુસરી ઉજવવામાં આવેલ. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Read More

બરોડા પબ્લિક સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ……

વડોદરા, વડોદરા ખાતે ૭૪માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ બરોડા પબ્લિક સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં આવ્યું. જેમાં ખાસ ઉપસ્થિત ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા ધ્વજ ફરકાવી દેશના ભવિષ્યનું ઘડતર કરતા સ્કૂલના શિક્ષકો અને સહાયક કર્મચારીઓ સાથે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

૭૪મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પશ્ચિમ રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ધ્વજવંદન સમારંભ નું આયોજન

વડોદરા, આજ રોજ ભારત ના ૭૪મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડોદરા ખાતે પશ્ચિમ રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માનનીય રાજ્યકક્ષા મંત્રી યોગેશભાઈ પટેલ ના વરદ હસ્તે જિલ્લા કક્ષા ના ધ્વજવંદન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું. જે સમારંભ માં વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જિતેન્દ્રભાઈ સુખડિયા તથા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

પંચમહાલ જિલ્લામાં કોરોના વિષયક કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેશ માંજુ

ગોધરા,   ગોધરા પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના વિષયક કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચિવએ ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, સામાન્ય જનતા દ્વારા જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસિલીટી મેનેજમેન્ટ અને વિસ્તરણ, પ્રોએક્ટિવ સર્વેલન્સ પર ખાસ ભાર મૂક્યો હતો. જ્યાંથી વધુ સંખ્યામાં કેસો મળી રહ્યા છે તેવા ગોધરા, હાલોલ અને કાલોલના શહેરી વિસ્તારોમાં થઈ રહેલી કામગીરી અને સ્થિતિ અંગે માહિતી મેળવતા પોઝિટીવ કેસોના કારણે સંક્રમિત થયેલા દર્દીઓને વહેલી તકે શોધી કાઢી સંક્રમણની ઝડપ ઘટાડવાની વ્યૂહરચના પર તેમણે ભાર મૂક્યો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને…

Read More

તાજપુરા નારાયણ ધામ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કુલ ૨૭૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

ગોધરા, ગોધરા નર્સિંગ સ્કુલ ખાતે ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતા કોવિડ વોર્ડનો ઉમેરો કર્યા બાદ તાજપુરા ખાતેની હોસ્પિટલની ક્ષમતામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુના હસ્તે તાજપુરા, નારાયણ ધામ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ બેડનો નવીન વોર્ડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ઉમેરા સાથે તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ક્ષમતા ૨૭૫ થઈ છે. આ ૨૭૫ પૈકી ૨૫૦ બેડ કન્ફર્મ પેશન્ટ માટે અને ૨૫ બેડ આઇસોલેશન વોર્ડ માટે ઉપલબ્ધ છે. ખુલ્લા મુકાયેલા ૧૦૦ બેડ પૈકી ૬૦ બેડ પર પાઈપલાઈન મારફતે ઓક્સિજન પહોચાડવાની સુવિધા રખાઈ છે.…

Read More

થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

થરાદ , થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં ૭૪. માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળા ના આચાર્ય રાયમલજી તેમજ ગામના વડીલ વિનોદ ભાઈ જોષી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્રતા ના પર્વ પર બીજા અન્ય ગામ ના અગ્રણીઓ પણ હાજર રહી રાષ્ટ્રધ્વજ ને સાથે વીર શહીદોના બલિદાનને યાદ કરી સલામી આપવામાં આવી હતી. વિશેષ માં આ કાર્યક્રમ ને સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી આયોજેલ હતું. રિપોર્ટર  : ધુડાલાલ ત્રીવેદી, થરાદ

Read More