બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘પાણીપત’ ફિલ્મનું ટ્રેલર થોડાં સમય પહેલાં જ રિલીઝ થયું હતું. ત્યારબાદ લોકો તેની સરખામણી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ સાથે કરી રહ્યા હતા. ઇન્ટરનેટ પર ઘણા મીમ વાઇરલ થયા હતા જેમાં અર્જુન કપૂરને રણવીર સિંહ સાથે અને કૃતિ સેનનને પ્રિયંકા ચોપરા સાથે સરખાવવામાં આવી રહ્યા હતા.
ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતીબાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા. પાણીપતની ત્રીજી લડાઈમાં તેઓ મરાઠા સેનાના સરદાર સેનાપતિ હતા. એટલે કૃતિએ મજાકમાં કહ્યું પણ ખરા કે, ‘હું અને પ્રિયંકા મળ્યા ત્યારે કાશીબાઈ અને પાર્વતીબાઈ વચ્ચે કયો સંબંધ છે તે નક્કી કરી રહ્યા હતા.’ પ્રિયંકા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં કાશીબાઈના રોલમાં હતી.
બંને ફિલ્મોની સરખામણી બાબતે કૃતિએ જણાવ્યું કે, ‘મેં જ્યારે ફિલ્મ સાઈન કરી ત્યારે મને ખબર જ હતી કે સરખામણી થશે. પદ્માવતની સરખામણી પર બાહુબલી સાથે થઇ હતી. પાણીપત અને બાજીરાવનો સમય સમાન છે. સેટિંગ પણ સરખું છે કારણકે પેશવા શનિવારવાડામાં રહેતા હતા અને તેઓ ચોક્કસ પ્રકારના કપડાં પહેરતા હતા. કૃતિએ જણાવ્યું તે આશા રાખે છે કે લોકો માત્ર ટ્રેલર જોઈને કોઈ નિર્ણય પર ન આવી જાય, તેઓ આખી ફિલ્મ જુએ અને પછી કોઈ નિર્ણય પર પહોંચે.
મલ્ટિસ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’ની સ્ટારકાસ્ટમાં સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સેનન અને ઝીનત અમાન સામેલ છે. સંજય દત્ત ફિલ્મમાં અહમદ શાહ અબ્દાલીના રોલમાં છે. આ ફિલ્મને ‘જોધા અકબર’, ‘લગાન’ ફેમ ડિરેક્ટર આશુતોષ ગોવરિકર ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ જ પ્રોડ્યૂસ થઇ છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
Source: Divya Bhaskar (For Testing Purpose)
I really like what you guys are up too. Such clever work and reporting!
Keep up the terrific works guys I’ve added you guys to blogroll.
Nice post. I learn something totally new and challenging on sites I stumbleupon every day.
It will always be useful to read through articles from other writers and practice something from other websites.