નસીરુદ્દીન શાહ સહિત 100 મુસ્લિમ હસ્તીઓએ કહ્યું, રિવ્યૂ પિટીશન કરવાથી સમુદાયને જ નુકસાન થશે

મુંબઈઃ બોલિવૂડ કલાકારો સહિત અલગ-અલગ ફિલ્ડના અંદાજે 100 મુસ્લિમ વ્યક્તિઓએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. હાલમાં જ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રિવ્યૂ પિટીશન અરજીથી મુસ્લિમોને ફાયદો થવાને બદલે નુકસાન થશે. આ નિવેદન પર નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, પત્રકાર જાવેદ અહમદ, હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા આરિઝ અહમદ, ચેન્નઈના વકીલ એ જે જવાદ તથા મુંબઈના લેખત અંજુમ રાજાબલીની સહી છે.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય મુસ્લિમ સમુદાય, બંધારણ વિશેષજ્ઞ તથા ધર્મનિરપેક્ષ સંસ્થા આ વાતથી નારાજ છે કે દેશની સૌથી મોટી કોર્ટે ચુકાદો આપતી વખતે કાયદાને બદલે વિશ્વાસને ઉપર રાખ્યો. જોકે, આ મુદ્દાને હજી પણ ચગાવવામાં આવે તો મુસ્લિમ સમુદાયને નુકસાન જ થશે.

નવ નવેમ્બરે અયોધ્યાને લઈ ચુકાદો આવ્યો હતો
સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં અયોધ્યાની 2.5 એકર વિવાદિત જમીન પર ટ્રસ્ટની રચના કરીને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો અને મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનું કહ્યું હતું. પૂરા દેશે આ નિર્ણયને વધાવ્યો હતો. જોકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા જમીયત-એ-હિંદને આ નિર્ણય સ્વીકાર્ય નહોતો.

સુન્ની વકફ બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ નહીં કરે
સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની મંગળવારે (26 નવેમ્બર) એક બેઠક થઇ હતી, જેમાં બહુમત સાથે નક્કી કરવામાં આવ્યું હતું કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે નહીં. બેઠકમાં ઉપસ્થિત સાતમાંથી છ સભ્યોએ તેના પર સહમતિ આપી. બોર્ડના છ સભ્યોમાંથી પ્રયાગરાજના વકીલ ઇમરાન બાબૂદ ખાંએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment