હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને ગુરુ ગોવિંદસિંધ હોસ્પીટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ હોસ્પીટલના વિવિધ વિભાગો, પથારીઓની સંખ્યા, માનવબળ, મહેકમ, હોસ્પિટલની સિદ્ધિઓ, એકેડેમીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી / સેફ્ટી, સાધનો, વિવિધ પ્રોગ્રામો, દવાઓની વિગત, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, બિલ્ડીંગની વિગતો જેમાં ઓપેડી બિલ્ડીંગ, ૨૦૦બેડ બિલ્ડીંગ, ટ્રોમા બિલ્ડીંગ, ૭૦૦બેડ બિલ્ડીંગ, સર્જરી, ગાયનેક, આઈ.સી.યુ. અને અન્ય આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિગતો…
Read MoreMonth: April 2025
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો શહેરી વિકાસ વર્ષ-2025માં વધુ એક મહત્વ પૂર્ણ અભિગમ
હિન્દન્યુઝ, બોટાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું…
Read Moreભૂતકાળથી ભવિષ્ય સુધી..કેમ કે… પૃથ્વી બચશે તો જ આપણું ભવિષ્ય બચશે
હિન્દ ન્યુઝ, બોટાદ આપણી આકાશગંગામાં ઘણાં બધાં ગ્રહો છે, પરંતુ જીવન ફક્ત એક જ ગ્રહ પર છે અને તે છે આપણી પૃથ્વી! આજે આ પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે તેની સંભાળ ખુબ જ અગત્યની અને આવશ્યક બની છે. આપણને જીવન આપનાર જન્મદાત્રી પૃથ્વીને જીવંત રાખવા માટે સમગ્ર દુનિયામાં આજે વલ્ડૅ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. દર વર્ષે 22 એપ્રિલનાં રોજ, વિશ્વભરનાં લોકો જુદી જુદી થીમ પર પૃથ્વી દિવસની ઉજવણી કરે છે. આ વર્ષની થીમ “Our Power is…
Read Moreબોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલ “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં મનરેગા યોજના હેઠળ ખુલ્લામાં કામ કરતાં શ્રમિકોનાં આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર બોટાદના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત સામૂહિક રોજગારી કામનાં સ્થળ ઉપર “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં જરૂરી તમામ પગલાં અને ઉપાયો કરવા કહેવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકોનું કામનાં સ્થળ ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનાં પી.એસ.સી ઝમરાળાની ટીમ અને…
Read More“Wuthering Heights” પુસ્તક પર બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો રોચક બુક રીવ્યુ
હિન્દ ન્યુઝ, બોટાદ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત સરકારના અંગ્રેજી મુખપત્ર “The Gujarat”ની એપ્રિલ શ્રેણીમાં આ વખતે કર્મનિષ્ઠ અને વાંચનપ્રિય બોટાદ જિલ્લા કલેકટર શ્રી ડો. જીન્સી રોય દ્વારા લિખિત અને સંકલિત બુક રીવ્યુ પ્રકાશિત થયો છે. જિલ્લાના સર્વે નાગરિકોને સતત વાંચનની પ્રેરણા આપતા કલેક્ટરશ્રીએ An epic tale of love, loss and revenge: Wuthering Heights વિશે રિવ્યુ આલેખ્યો છે. એમિલી બ્રોન્ટેની કૃતિ પર કલેક્ટરએ ખૂબ અભિપ્રેરક અને ગહન સમીક્ષા કરી છે. આ કૃતિને આત્મીય પ્રેમ, દુખ, અને દુશ્મનાવટની…
Read Moreઆર્મીમાં અગ્નિવીર ભરતી માટે ઓનલાઇન નોંધણીની તા.25 એપ્રિલ સુધી લંબાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી સમયમાં આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી રેલીમાં અગ્નિવીર (જનરલ ડ્યુટી/ટેક્નીકલ/ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નીકલ/ટ્રેડમેન) કક્ષા પર ભરતી યોજાવાની છે, આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતાફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ ઉંમરનાં ઉમેદવારે http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૨/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની હતી જેની તારીખ તા.૨૫/૦૪/૨૦૨૫ સુધી લંબાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮)૨૫૫૦૩૪૬અથવા રોજગાર કચેરી બોટાદનાં ટે. નંબર ૦૨૮૪૯૨૭૧૩૧૫પર સંપર્ક કરવાં…
Read Moreપ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં પ્રભારી મંત્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ૨૦૨૨-૨૩ વર્ષ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ…
Read Moreપ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભુજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારીમંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભુકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. આજની બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ, તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરીયાત, લો-વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક,…
Read Moreબોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે બોટાદના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ તમામ હિન્દુ સંગઠનો, રાજકીય, સામાજિક આગેવાનો મળી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધમાં બાઈક રેલી યોજી તેમજ બોટાદ કલેકટર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો સાથે બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન ની માંગણી કરવામાં આવી. રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ
Read More