હિન્દ ન્યુઝ, સુરત
આગામી તા. ૨૨મી, જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય/ મધ્યસત્ર/ પેટાચૂંટણીઓને અનુલક્ષીને સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં નોડલ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતીલોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ જૂન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૪મીએ અને તા.૨૬મી જૂનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૪મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
