ઉદ્યોગોને ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવી સાથે PPP મોડલ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર તરીકે જોડાવાની તક

હિન્દ ન્યુઝ, સુરત

    કેન્દ્ર સરકારની નાણાકીય સહાયથી વ્યવસાયિક તાલીમની ગુણવત્તામાં સુધારાના હેતુસર ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ’ (PPP) પદ્ધતિ દ્વારા ITI – ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવીને નેતૃત્વ પૂરુ પાડવા માટે તાલીમ ક્ષેત્રે ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે જોડાવા યોગ્ય પાત્રતા ધરાવતા ઉદ્યોગો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉદ્યોગ એકમ સુરત જિલ્લામાં અથવા મહત્તમ ૧૦૦ કિ.મીની હદમાં આવેલો હોવું જોઈએ. ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું ૧૦ કરોડ હોવું જોઈએ તથા તે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત અને ૨૫ કર્મચારીઓ ધરાવતાં હોવા જરૂરી છે.

             આ અંગેની અરજી R.P.A.D અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ૩૦-૦૬-૨૦૨૫ સુધી મોકલવાની રહેશે. અરજીનું ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પર જોવા મળશે. અન્ય કોઈ ક્વેરી માટે ppbranch@gujarat.gov.in પર ઈ-મેઇલ કરીને સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment