હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની રમતવીર જાડા રિંકલ વોનોદભાઇએ ખેલ મહાકુંભ, રાષ્ટ્રીયકક્ષાએ અન્ડર ૨૦ ફેડરેશન કપ ૨૦૨૨ સહિત વિવિધ સ્તરની દોડની રમતમાં કુલ બે ગોલ્ડ,બે સિલ્વર અને એક બ્રોંજ મેડલ મેળવી માતાપિતા સહિત દેશનું નામ રોશન કર્યુ છે. જાડા રિંકલ જણાવે છે કે ચોટીલા તાલુકાના ધારઈ ગામની વતની છે. તે પોતાના શાળા અભ્યાસ દરમિયાન ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભમાં વિજેતા થતા ડીએલએસએસ સ્કિમ થકી છેલ્લા ૨૦૧૯ થી સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે.…
Read MoreDay: December 12, 2024
વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન
હિન્દ ન્યુઝ, વલસાડ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્ય વિષય પર આધારિત વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે શરૂઆત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી ૧૨૦ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની
Read Moreઆપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો
હિન્દ ન્યુઝ, વલસાડ પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડી સ્વનિર્ભર બનાવતી દેશી ગાય સહાય યોજના, વલસાડ જિલ્લામાં ૩૨૩૯ ખેડૂતોએ મેળવ્યો લાભ જિલ્લાના ૩૨૩૯ ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન રૂ. ૩ કરોડ ૪૯ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાય છે આ યોજનાનો સૌથી વધુ લાભ કપરાડા તાલુકાના ખેડૂતોએ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યુ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ઘરે જ ખાતર બનાવાતુ હોવાથી રાસાયણિક ખાતરનો ખર્ચ બચે છે
Read Moreવલસાડ શહેર ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of violence against women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતગર્ત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યાં કસરત કરી છે એવી પાદરાની ૧૧૧ વર્ષ પુરાણી વ્યાયામ શાળા
ખેલ મહાકુંભ – ૨૦૨૪ વિશેષ હિન્દ ન્યુઝ, વડોદર વડોદરા શહેર જિલ્લો એ વ્યાયામ શાળાઓના કાશી જેવો છે. કારણ કે, મહારાજા સયાજીરાવ ત્રીજા જાતે વ્યાયામવીર હતા અને અખાડા પ્રવૃત્તિને રાજ્યનું પીઠબળ મળ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં હજુ સંખ્યાબંધ જૂના અખાડા છે., જ્યાં શારીરિક કસરતોની પુરાણીની સાથે અદ્યતન જીમની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સંસ્થાઓ કસરત દ્વારા સ્વસ્થ જીવન અને જીવન શૈલીને પ્રોત્સાહિત કરી રહી છે. આવી જ એક વ્યાયામ શાળા છે પાદરાની શ્રી સાર્વજનિક વ્યાયામ શાળા જે છેલ્લા ૧૧૧ વર્ષથી પરંપરાગત વ્યાયામ પદ્ધતિઓને સજીવન રાખીને અબાલવૃદ્ધ ને તંદુરસ્ત જીવનનો…
Read Moreપ્રાકૃતિક ખેતી થકી દરેક ખેડૂત આગળ વધવું જોઈએ : જ્યોત્સનાબેન
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના રામપુરા ગામમાં વસતા 48 વર્ષીય જ્યોત્સનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના ઉછેર થતો હોય છે, જેમાં રીંગણ, ડુંગળી, પાલક, મેથી, મરચાં, ટમેટાં, ધાણા અને લીંબુ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ ચીકુ, જામફળ, રાયણ અને જાંબુ જેવા ફળોનું પણ ઉછેર કરે છે. જ્યોત્સનાબેન કહે છે કે તેમનું પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છે, પરંતુ ‘આત્મા પ્રોજેક્ટ’ સાથે જોડાયા પછી તેમને વધુ વ્યાવસાયિક રીતે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિઓ સમજવામાં મદદ મળી.…
Read More