હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of violence against women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી રહ્યાં છે જે અંતગર્ત વલસાડ શહેરના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “Capacity-Building Sessions on Mental Health Awareness and Counselling” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.