ગુંદરણ પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા તાલાલા તાલુકાના ગુંદરણ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓને વન અને વન્યપ્રાણીનું મહત્વ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળની તાલાલા રેન્જ દ્વારા તા.૨ થી ૮ ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તાલાલાના ગુંદરણ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃતવ સ્પર્ધાનું…

Read More

વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે સેવાસેતુનો લાભ લેતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘સરકાર આપને દ્વાર’ અને ‘સેવા થકી સુશાસન’ના મંત્રને સાર્થક કરતા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાંડુવાવ ખાતે યોજાયેલા દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો ચાંડુવાવ અને આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો. સરકારના જુદા જુદા વિભાગની વિવિધ ૫૫ સેવાઓના સીધા લાભ એક જ સ્થળે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ભાલપરા, ડારી, આદ્રી, નવાપરા, સીમાર, સીડોકર,…

Read More

समेकित विकास के लिए जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया बरैला झील का निरीक्षण

हिन्द न्यूज़, बिहार      वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा ने आज अपने पदाधिकारियों की टीम के साथ बरैला झील का निरीक्षण किया।  बरैला झील जंदाहा और पातेपुर प्रखंड में 1628 हेक्टेयर में फैला हुआ है। यहां पंछी बिहार है। यहां जाड़े में प्रवासी पक्षियों का बसेरा होता है। जिलाधिकारी यशपाल सिंह मीणा ने पदाधिकारियों की टीम के साथ आज सुबह बरैला झील का दौरा किया, स्थल का मुआयना किया। नाव में सवार होकर झील की पूरी स्थिति का आकलन किया। यह भी जाना की जाड़ा में कितनी बड़ी संख्या…

Read More

માંડવી ખાતે આધુનિકીકરણ પામેલ ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્માના સ્મારક ‘ક્રાંતિ તીર્થ’ના લોકાર્પણ

હિન્દ ન્યુઝ, કચ્છ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે માંડવી ખાતે આધુનિકીકરણ પામેલ ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્માના સ્મારક ‘ક્રાંતિ તીર્થ’ના લોકાર્પણ સહિત કચ્છ જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે ‘Indian Sociologist in London’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ કચ્છના રાજવી પરિવારને હસ્તગત વન્ય સંપદાઓથી સમૃદ્ધ ‘ચાડવા રખાલ’ વિસ્તારને જીવ સંરક્ષણના હેતુથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો, જ્યાં હવે વન વિભાગ દ્વારા ₹10 કરોડના ખર્ચે ‘કેરેકલ બ્રિડીંગ અને કન્ઝર્વેશન સેન્ટર’ સ્થાપવામાં આવશે.   મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ…

Read More

ગાંધીનગર ખાતે ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ઈન્ફર્મેશન કમિશન તથા SPIPA, ARTD અને GAD દ્વારા આયોજિત ‘રાઈટ-ટુ-ઈન્ફર્મેશન વીક’ની ઉજવણીનો ભારત અને ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે RTI કાયદાઓની સરળ સમજ આપતી લઘુ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકાર કેવી રીતે વધુને વધુ લોકઉપયોગી બને તેના માટે હરહંમેશ પ્રયત્ન કર્યા છે. તેમણે સેચ્યુરેશનના નિર્ધાર સાથે દરેક નાગરિકોને યોજનાકીય લાભ અને તેમને મળવાપાત્ર હક ઘરે બેઠા મળી…

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલમાં વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, જામનગર        સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ તંત્રના સહયોગથી અને લોકભાગીદારીથી અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે ધ્રોલ તાલુકામાં નદીની સફાઈ, વ્હોરા બિલ્ડીંગ, કેનાલોની સફાઈ, ચામુંડા પ્લોટ તેમજ એસબીઆઈ બેંક વિસ્તારમાં જેસીબી અને અન્ય સાધન સામગ્રીની મદદથી સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Read More

જામનગર ગ્રામ્યની મહિલા ફૂટબોલ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, પાટણ દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાની ફૂટબોલ અંડર ૧૭ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૨૭ થી તા.૩૦ સપ્ટેમ્બર દરમિયાન પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં તમામ જીલ્લાઓની મળી અંદાજે ૪૫ વિજેતા ટીમોએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની બી.બી.& પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ DLSS ની અંડર ૧૭ બહેનોની ટીમે…

Read More

જામનગરમાં SGFI વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત શહેર અને ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) ૨૦૨૪-૨૫ની ઝોનકક્ષા અને મહાનગરપાલીકાકક્ષાની કબડ્ડી અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓ અને બહેનોની બે દિવસીય સ્પર્ધાનું આયોજન ઓશવાળ ઇગ્લીશ એકેડમી ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.  સ્પર્ધામાં શહેરનાં કુલ ૪ ઝોનમાં ૫૭ ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી ૪૮ વિજેતા ટીમોએ મહાનગરપાલીકાકક્ષામાં ભાગ લીધો હતો. વિજેતા ટીમ અખીલ ભારતીય…

Read More

સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર  સેવા સેતુ કાર્યક્રમ- મહીસાગર જિલ્લો      રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત આજ રોજ સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.  આ કાર્યક્રમમાં સ્થળ પર રાશનકાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડને લગતી અરજીઓ, 7/12 અને 8-અ ના પ્રમાણપત્રો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, કૃષિ, આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના…

Read More

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ ચોપાટીની સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ હેઠળ “સ્વચ્છતા હી સેવા અભિયાન” વેગવંતુ બનાવાયું છે.  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ શહેરની ચોપાટી અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.  

Read More