જિલ્લા ચૂંટણી અધિકારી ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આજે ચૂંટણીમાં થનાર ખર્ચના ભાવપત્રક અને તેના વિવિધ ખર્ચની કાર્યવિધિ અંગે વિશદ્ ચર્ચા કરી હતી. કલેક્ટરએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી જ આ માટેનું અલગ ખાતું ખોલાવી તેમાંથી જ તેમના વિવિધ ખર્ચાઓ કરવા અને તેમની જાળવણી માટે વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા…

Read More

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટી’ની બેઠક યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ કમિટીની કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર. કે. મહેતાએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર રોકડ અને નશીલા પદાર્થો સહિતની બાબતો પર દેખરેખ રાખવા તથા ECI ની SOP મુજબ અમલવારી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી. આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર,…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે, પક્ષના ચૂંટણી ખર્ચના વિવિધ ભાવ અંગે તથા વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન.…

Read More

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીનું રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનીલ ધામેલીયાએ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લાની ૨૧મી લોકસભા બેઠકની ચૂંટણી ત્રીજા તબકકામાં યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરવાની તારીખ ૧૨ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૧૯/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તા.૨૦/૦૪/૨૦૨૪, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૨૨/૦૪/૨૦૨૪ તથા તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મત ગણતરી તા.…

Read More

આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા મેજીસ્ટ્રેટએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડિંગ્સ, માસ મીડિયા, વર્તમાનપત્રો, ટી.વી.ચેનલોમાં તથા અન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિદ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં, જાહેર કે…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ના કાર્યક્રમની વિધિવત જાહેરાત બાદ મુખ્ય ચૂંટણી અધિકારી ની કચેરીની સુચના મુજમ આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને ચૂંટણી દરમિયાન આચાર સંહિતાને લગતી ફરિયાદોના નિકાલ માટે છોટાઉદેપુર જિલ્લાના હેડ ક્વાટરમાં ૨૪x૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ અને કોલ સેન્ટર (કમ્પલેંટ મોનીટરીંગ કન્ટ્રોલ રૂમ એન્ડ કોલ સેન્ટર) કાર્યરત કરવામાં આવેલ છે. આ માટે જીલ્લા કક્ષાએ હેલ્પલાઈન અને ફરિયાદોના નિરાકરણ માટે શ્રી વિહાંગ સેવક, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીની નોડલ અધિકારી તરીકે નીમણુંક કરવામાં આવેલ છે.  જિલ્લા હેડ ક્વાટરમાં ૨૪x૭ ફરિયાદ…

Read More

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર        આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી ૧૨મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભા બેઠકો માટે તેમજ વિધાનસભાની ૦૫ બેઠકો માટે પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પાડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર       ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુંબઇની ઉચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ તેમજ ભારતના ચૂંટણી આયોગના પત્ર ક્રમાંક : 464/INST/EPS/2023/L&O., તા. ૦૮/૦૬/૨૦૨૩ અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ…

Read More

જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચુસ્તપણે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે- જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.પંડયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર      ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.આ સુચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય…

Read More

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર     મુખ્યમંત્રીના કાર્યાલય, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-2024 ની આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા માહે માર્ચ-2024 થી માહે મે-2024 ના જામનગર જિલ્લા અને તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. જેની જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More