છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

      ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ના કાર્યક્રમની વિધિવત જાહેરાત બાદ મુખ્ય ચૂંટણી અધિકારી ની કચેરીની સુચના મુજમ આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને ચૂંટણી દરમિયાન આચાર સંહિતાને લગતી ફરિયાદોના નિકાલ માટે છોટાઉદેપુર જિલ્લાના હેડ ક્વાટરમાં ૨૪x૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ અને કોલ સેન્ટર (કમ્પલેંટ મોનીટરીંગ કન્ટ્રોલ રૂમ એન્ડ કોલ સેન્ટર) કાર્યરત કરવામાં આવેલ છે. આ માટે જીલ્લા કક્ષાએ હેલ્પલાઈન અને ફરિયાદોના નિરાકરણ માટે શ્રી વિહાંગ સેવક, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીની નોડલ અધિકારી તરીકે નીમણુંક કરવામાં આવેલ છે.

 જિલ્લા હેડ ક્વાટરમાં ૨૪x૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ અને કોલ સેન્ટર ખાતે ઝડપથી ફરિયાદ નિરાકરણ થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો કે જરૂરી જાણકારી તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લગતી વિવિધ ફરિયાદો અર્થે તોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૬૪૬ ચાલુ કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment