છોટાઉદેપુર પશુ ચિકિત્સાલય અબોલા પશુઓ માટે વરદાન રૂપ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સંચાલિત શરૂ કરવામાં આવેલ છોટાઉદેપુરનું પશુ ચિકિત્સાલય મરઘાં થી લઈને મોટા અબોલા પશુઓ માટે એક વરદાનરૂપ સાબિત થયું છે. છોટાઉદેપુર જિલ્લાની આસપાસ 100 કરતા વધુ ગામો આવેલા છે, જેમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ખેતી કામ માટે દરેક ખેડૂતો પશુઓ પાળતા જ હોય છે, અને તે સિવાય પણ પશુ પ્રેમીઓ મરઘાં થી લઈને ઘોડા તેમજ દુધાળા પશુઓ ઉછેરતા હોય છે, આવામાં જો કોઈ પશુને કોઈ બીમારી લાગે કે કોઈક વાહન દ્રારા અકસ્માત થાય તો તરતજ લોકો છોટાઉદેપુર…

Read More

તા.25 ઓક્ટોબરના ખગ્રાસ સુર્યગ્રહણને લઇ શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, સોમનાથ તા.25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે. ગ્રહણ દરમીયાન તારીખ-25/10/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 25/10/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-30 કલાકે કરવામાં આવશે.…

Read More

કાનના મસામાંથી સતત નીકળતા લોહીના કારણે થતી પીડામાંથી આયુષ્યમાન કાર્ડે મને મુકતી અપાવી

હિન્દ ન્યુઝ, ભુજ         ૫૫ વર્ષના જીવાબેનના કાનમાં મસો થયો હતો. પૈસાના અભાવે યોગ્ય સમયે સારવાર ન થતાં ગંભીર પરિસ્થિતી સર્જાઇ હતી. મસામાંથી સતત બ્લીડીંગ ચાલુ થઇ જતાં જીવાબેન માટે કપરી પીડાદાયક સ્થિતી સર્જાઇ હતી. આ સ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ તેમની વ્હારે આવ્યું હતું. કચ્છની સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર મળતા હાલે જીવાબેન ફરી સ્વસ્થ બનીને સુખરૂપ જીવન પસાર કરી રહ્યા છે.        ભુજ તાલુકાના નારણપર ગામના જીવાબેન ડોરૂ ભુજ ખાતે યોજાયેલા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં  જણાવ્યું હતું કે, મારી કાનમાં મસો થયો હતો, જે પીડાની સારવાર કરાવવાના પૈસા નહોતા…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા                       જનરલ-             રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૯,૫૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૬,૬૮૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસમાં થયેલ કામગીરી:-                …

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ વેરાવળના નગરપાલિકા  કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ  ગીર સોમનાથ. તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના નગરપાલિકા કોમ્યુનિટીહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ કોરોના કાળમાં આરોગ્ય કર્મીઓની સેવાઓને યાદ કરીને જણાવ્યું કે, કોરોના કાળમાં તેઓએ રાત દિવસ જોયાં વગર સમાજના કોરોનાની ઝપેટમાં આવેલાં લોકોની સારવાર કરીને નવજીવન બક્ષવાનું કામ કર્યું છે. તેમજ લોકો ગંભિર બિમારીમાં પી.એમ.જે.એ.વાય -મા કાર્ડ થકી ઉત્તમ અને નિશુલ્ક સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મેળવે છે. આ યોજનાનો…

Read More

કાલાવડ માં પરવાના વગર ગેરકાયદેસર ફટાકડા વેચાણ પર પોલીસ ક્યારે કરશે લાલ આંખ ?

હિન્દ ન્યુઝ, કાલાવડ            જામનગર જિલ્લાના કાલાવડમાં ગત વર્ષની જેમાં દિવાળીનો તહેવાર નજીક હોય ત્યારે કાલાવડ ખાતે સરકારી પરવાના વગર બિલાડીની ટોપની જેમ ફટાકડાના વેપારીઓ ફૂટી નીકળતા હોય છે. જાહેર સ્થળોમાં પોલીસ અને તંત્રનો ડર રાખ્યા વગર બેફામ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. કોઈપણ પ્રકારના પરવાના વગર અને અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જાહેર સ્થળોએ ફટાકડાનો વેચાણ કરતા આ વેપારીઓની હાટડીઓમાં દિવાળી પહેલા હજારો લોકો ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે. આ વેપારીઓને ત્યાં ગ્રાહકો ખરીદી કરતી વેળાએ જો કોઈ કારણોસર આગ લાગવા પામે અને ફાયર ઈક્યુમેંટ્સ…

Read More

પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ તાજેતરમાં જિલ્લામાં નોંધણી થયેલા એક લાખ વીસ હજાર લાભાર્થીઓના PMJAY-MA PVC કાર્ડનું રાજયના તમામ તાલુકાઓ સાથે કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોથી વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ થનાર છે. આ કાર્યક્રમમાં ભાગરૂપે કચ્છ જિલ્લા સ્તરનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે આજે તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ બપોરે ૨.૪૫ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીર, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન અરેઠીયા, ભુજ નગરપાલિકા…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું

હિન્દ ન્યુઝ,       ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ની શહેરમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૭ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક,  જ્યુબેલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી  જપ્ત કરવામાં આવી હતી, ૩૧૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત…

Read More

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ        સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૮/૧૦/૨૦૨૨ના મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક  સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.          સુવર્ણપ્રાશનના ફાયદાઓ જાણી બાળકોને તે અચુક પીવડાવો. સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય…

Read More