ભાવનગર તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ મોડેલ સ્કૂલ સિદસર (શા) ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આજે ભાવનગર તાલુકાની સીદસર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનો વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતો વિડીયો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો. તજજ્ઞ વક્તાઓએ વિવિધ કોર્સ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ અવસરે તેમને મૂંઝવતાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં…

Read More

જેસરની ન્યૂ ગોલ્ડ સ્કૂલ શાળાના સંચાલકે પોતાના જન્મ દિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર જેસર શહેરમાં આવેલા ન્યૂ ગોલ્ડ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ ગોલ્ડ સ્કૂલના સંચાલક કુમારપાલસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, જન્મ દિવસને તેમણે માનવ સેવા દિન બનાવીને ઉજવણી કરી હતી. આમ, કુમારપાલસિંહ સરવૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણી સ્વ માટે નહીં પરંતુ સમષ્ટી માટે કરીને સમાજ માટે એક આગવો સંદેશો રજૂ કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે તેમને પ્રેરિત કરવાં માટે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ ભા.જ.પા.ના અગ્રણી નીતુભા સરવૈયા તથા…

Read More

ભાવનગર તાલુકાના સરતાનપર ગામે રાજ્યના આઠમા તબક્કાના ત્રીજા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના સરતાનપર ખાતે રાજ્યના અઠમાં તબક્કાના ત્રીજા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ- ૧,૬૯૧ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, સરકાર આપના દ્વારે આવીને વિવિધ યોજનાઓના લાભ લઇ આપી રહી છે ત્યારે તમારે તેનો અચૂક લાભ લેવો જોઇએ. તેમણે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો પણ આ અવસરે વિસ્તૃત રીતે રજૂ કરી હતી. તેમણે ઉજ્જવલા યોજના, સ્ટાર્ટ અપ યોજના, મુદ્રા યોજના, ખેડૂત સન્માન નિધિ યોજના વિશે…

Read More

રાજકોટ ધ પ્રેરણા કલાસીસ સંચાલિત પી. & બી. કોમર્સ સ્કુલ માર્ચ – 2022 ધો.12 કોમર્સનું ઝળહળતુ પરિણામ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ની ધ પ્રેરણા કલાસીસ સંચાલિત પી. & બી. કોમર્સ સ્કુલ માર્ચ – 2022 ધો.12 કોમર્સનું ઝળહળતુ પરિણામ આવ્યું. જેમાં નીચે જણાવેલ વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓ માં 1) અકબરી મયંક – 98.97 2) આપ્ટે દિયા – 98.88 3) ઝીંઝુવાડિયા સુરભી – 98.33 4) હરખાણી ઉત્સવ – 96.73 5) અમીપરા ભવ્ય – 96.63 6) ખૂંટ મનન – 95.40 7) ઝાપડા કિંજલ – 94.70 8) માળવી શ્રુતિ – 91.85 9) પાડલિયા યશ – 91.48 10) અકબરી મિત – 89.94 11) વિસપરા ધ્રુવી – 88.79 12) માવાણી તનિષા – 88.79 13) અમેથીયા…

Read More

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકો માટે રોજગારીની તક

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી સ્કાય સ્પીનટેક્ષ પ્રા.લી. એકમ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ ૮ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લઈ શકશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદન ખસ રોડ,બોટાદ ખાતે તા.૦૭/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ…

Read More

ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતાં નચિકેતા ગુપ્તાએ હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાનો એડવાન્સ માઉન્ટેનીયરીંગ કોર્સ, પ્રતિષ્ઠિત હિમાલયન માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટિટયૂટથી સફળતાપૂર્વક પૂર્ણ કરવાં સાથે સર કરવામાં દૂર્ગમ એવાં ૧૮,૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલ હિમાલયના બી.સી. રોય પર્વતની ટોચ પર પહોંચી ગુજરાત રાજ્યનો પરચમ લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાના ધગશ અને પરિશ્રમથી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવેલી છે. તેઓ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે નૂતન કેડી કંડારનારા જૂજ ખેલાડીઓમાંના એક…

Read More

બાંધકામ શ્રમયોગીનાં બાળકોને વર્ષ – ૨૦૨૨-૨૩ની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવાં માટે ફોર્મ મેળવવાં અને જમા કરવા જાહેર અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ભાવનગર જીલ્લામાં નોધાયેલ બાંધકામ શ્રમયોગીનાં બાળકોને વર્ષ:-૨૦૨૨-૨૩ ના શિક્ષણ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા બાંધકામ શ્રમિકોને ફોર્મ મેળવવા અને ફોર્મ જમા કરવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, દેસાઈનગર પેટ્રોલ પંપની સામે, ગુરુકૃપા ટ્રેક્ટર શો-રૂમ પાછળ, ભાવનગર ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમજ વર્ષ:-૨૦૨૨-૨૩ ના શિક્ષણ સહાય યોજનાઓનાં ફોર્મ વિધાર્થીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નાં સત્ર શરૂ થયાં તારીખથી ૯૦ દિવસ ( ૩ માસ ) ની સમય મર્યાદામાં જમા કરવાના રહેશે તેમ પ્રોજેકટ મેનેજર, ગુજરાત…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગર મહાનગરપાલિકાના અધેવાડા વિસ્તાર માટે પાણી પુરવઠાના વિવિધ કામો અંગે રૂા. રૂ. ૧૪.પ૧ કરોડની એક જ દિવસમાં મંજૂરી આપવાં સંદર્ભમાં ગામલોકો અને આગેવાનોના પ્રતિભાવો

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતાં પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા માટે કુલ ૧૪.૫૧ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે તેને ભાવનગરના મેયર તેમજ ભાવનગરના નાગરિકોએ આવકારી છે. ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ આ અંગેના તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરેલ દરખાસ્તને ત્વરીત મંજૂરી આપીને મુખ્યમંત્રીએ ભાવનગરના અધેવાડા વિસ્તારની ૨૫ હજારની જનતાને સીધી રીતે અસર કરતી એવી પાણીની સમસ્યા દૂર કરી છે. મૃદુ છતાં…

Read More

બોટાદના રાણપુર તાલુકામાં કારકિર્દી ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કારકિર્દી ઘડતર ઈચ્છુક ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમો તથા કારકિર્દીની નવતર તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદીએ કાર્યક્રમની પ્રાસંગિક રૂપરેખા આપી આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિષય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ. શાહ અને જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ દ્વારા કારકિર્દી પસંદગી અને રમત ગમત ક્ષેત્રે ઉભરતી તકો વિષયક માહિતી આપી હતી. આઈ.ટી.આઈ રાણપુરના આચાર્ય વિજયભાઈ પારેખ…

Read More

એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર મને “સેવા સેતૂ”ના માધ્યમ થકી ઘર આંગણે જ નવું આધાર કાર્ડ મળ્યું : “સેવાસેતૂ”ના લાભાર્થી ગોરધનભાઈ ધોરીયા

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય તેવી સરકારની નેમ રહેલી છે પરંતુ સાચા અર્થમાં સેવા સેતુના કાર્યક્રમો અંતરિયાળ અને છેવાડાના લોકો માટે ખુબ જ આશીર્વાદ રૂપ બની રહ્યાં છે. બોટાદના નાના પાળીયાદ ખાતે યોજાયેલા “સેવા સેતૂ” કાર્યક્રમનો લાભ લઈ રહેલાં ગોરધનભાઈ ધોરીયાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, મારી પાસે આધાર કાર્ડ ન હોવાથી મને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ રાજ્ય સરકારે મારા ગામમાં જ સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો હોવાથી એક…

Read More