રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રિક્ષામાં સીટ નીચે ચોરખાનામાં ૫૯ બોટલ દારૂ છુપાવી નીકળેલ બુટલેગર ઝડપાયો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને તેમની ટીમે માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી રીક્ષા પસાર થતા તેને અટકાવી જડતી લેતા રિક્ષામાં સીટ નીચેથી એક ચોરખાનું મળી આવ્યું હતું તે ચોરખાનામાંથી ૫૯ બોટલ દારૂ મળી આવતા માંડાડુંગર નજીક પિત્રુ વાટિકા સોસાયટીમાં રહેતા મેહુલ ઉર્ફે ખલી ચંદુભાઈ રાવળ જાતે રાવળદેવની ધરપકડ કરી દારૂ, રીક્ષા અને મોબાઈલ સહીત ૬૭૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. માંડાડુંગર ભીમરાવનગરમાં રહેતા મહેશ હરિભાઈ મુછડીયાનું નામ ખુલતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment