હિન્દ ન્યૂઝ, વેરાવળ
તા.૩૧, વેરાવળમાં ૮૦ ફુટ રોડ ઉપર શારદા સોસાયટી વિસ્તારમાં સગીરાની સતામણી કરતા એક શખ્સ વિરુદ્ધ અરજી કરતાં પરિવાર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધટના સામે આવી હતી. બે મહિલા સહિત ચાર લોકોએ લાકડીથી માર મારી ધમકી આપી
શારદા સોસાયટીમાં સગીર વયની બાળા ને અવાર નવાર હેરાન પરેશાન કરી વારંવાર સતામણી કરવા અંગે પોલીસમાં અરજી આપી હતી. જેનું મનદુઃખ રાખી મોહીત કમેલેશ ઉર્ફે કાનો તેનાં માતા આરતીબેન, ફુઈ ઉષાબેન એ અરજી કરનાર પરિવારના દિવ્યેશ, માતા રમાબેન, કાજલ, સંજય સાથે બોલાચાલી કરી લાકડી વડે મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય સામે પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.
રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ