ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા 10થી વધુ દેશમાં ગુસ્સો વધી રહ્યો છે, ફ્રાન્સની હિંસાના પડઘા હવે સુરત શહેર અને જિલ્લામાં પણ પડ્યા

હિન્દ ન્યૂઝ, સુરત,

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના કઠોર- આંબોલી રોડ ઉપર ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા પર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના તસવીર સાથે બોયકોટ ફ્રાન્સનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેના પરથી લોકો અને વાહનો પસાર થઇ રહ્યા છે. આમ સુરત શહેર અને ગ્રામ્યનાં લધુમતિ કોમમાં ફ્રાન્સ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે અને લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી હતી. પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં ગુસ્સો વધી રહ્યો છે. હવે ભારતમાં પણ તેનો વિરોધ શરૂ થયો છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર સુરત

Related posts

Leave a Comment