વેરાવળ ની ગોકુલધામ સોસાયટીમા શરદપૂનમ ની રાત્રે રાસ ગરબા હરીફાઇ અને સમૂહભોજન નુ આયોજન કરાયુ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળ ના હદયસમા વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમા અનેક તહેવારો ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સરકારની સૂચન મૂજબ શેરી રાસ ગરબાની છૂટછાટ હોય ત્યારે ગોકુલધામ સોસાયટીમા “શરદપૂનમ” ની રાત્રે બહેનોના રાસ ગરબા ની હરીફાઇ ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા મહીલા જજ તરીકે વેરાવળ ના નંબર 1 દાંડીયા કલાસીસ ના મીતાબેન હાદીઁકભાઇ કકકડ તથા મીનાબેન ની પ્રેરક ઉપસ્થિત મા સિલેકશન કરવામા આવેલ હતુ. જેમા મેરીડ બહેનોમા વેલડ્રેસ, મહીલા કવીન, અનમેરીડ બહેનો મા વેલડ્રેસ, અનમેરીડ કવીન, તેમજ 6 જેટલા જનરલ બાળકો અને બહેનોને ઇનામો આપવામા આવ્યા હતા. ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન સંસ્થા ના ચેરમેન દેવજીભાઇ માકડીયા હરહમેંશા ગોકુલધામ સોસાયટીમા સહયોગ આપતા રહ્યા છે અને આ વખતે પણ તેમના તરફથી કિમતી ઇનામો આપવામા આવેલ હતા જેમા ટ્રોલીબેગ, મોટા બેગ, અભ્યાસ માટેના બેગ આપવામા આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ગોકુલધામ સોસાયટીના રાજુ માવધીયા, હિતેષ ડોલરીયા, જય હડવદીયા, સુરેશભાઈ જોષી, અમુભાઇ ચુડાસમા, પંકજભાઇ ઠકરાર, મધુભાઇ ગરાચ, ભગવાનજી ભાઇ વાઘેલા, અમુભાઇ મકવાણા, ડો.સચીન વીસાવાડીયા, જયેશ ધોળકીયા, વિજય કુહાડા, ચેતન માવધીયા, સમીર ધોળકીયા, અશોકભાઈ, મિતેષ પરમાર તેમજ બહેનો એ ભારે જહેમત ઊઠાવી હતી. રાસ ગરબા બાદ સોસાયટી નો સમૂહભોજન યોજાયો હતો. હવે પછી પણ આનાથી પણ ભવ્ય આયોજન કરવા તમામ ઉપસ્થિત એ સહયોગ આપવા જણાવેલ હતુ.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment