દાહોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

   દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયાના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. 

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૮ થી ૬૫ વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન ૪૫ કિલોગ્રામ કે તેથી વધારે હોય તેઓ રક્તદાન કરી શકે છે. ૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે પણ સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી અન્યને મદદ કરવાની આનંદની લાગણી અનુભવીએ.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સી. એમ. મછાર દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment