બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકો માટે રોજગારીની તક

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી સ્કાય સ્પીનટેક્ષ પ્રા.લી. એકમ માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ ૮ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લઈ શકશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદન ખસ રોડ,બોટાદ ખાતે તા.૦૭/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને જોબફેરના મેનુમાં ક્લીક કરીને જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment