ભાવનગર તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ મોડેલ સ્કૂલ સિદસર (શા) ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આજે ભાવનગર તાલુકાની સીદસર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનો વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતો વિડીયો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો. તજજ્ઞ વક્તાઓએ વિવિધ કોર્સ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા આ અવસરે તેમને મૂંઝવતાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં તેના જવાબ તજજ્ઞ વક્તા દ્વારા આપવામાં આવ્યાં હતાં ઉલ્લેખનીય છે કે, આ સેમિનારોમાં રાજ્યના ૨૪૯ તાલુકાઓમાં કારકિર્દી સેમિનારોમાં તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપવાનાં છે. કાર્યક્રમના નોડેલ અધિકારી સેંતા સાહેબ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment