જેસરની ન્યૂ ગોલ્ડ સ્કૂલ શાળાના સંચાલકે પોતાના જન્મ દિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

જેસર શહેરમાં આવેલા ન્યૂ ગોલ્ડ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ ગોલ્ડ સ્કૂલના સંચાલક કુમારપાલસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, જન્મ દિવસને તેમણે માનવ સેવા દિન બનાવીને ઉજવણી કરી હતી.

આમ, કુમારપાલસિંહ સરવૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણી સ્વ માટે નહીં પરંતુ સમષ્ટી માટે કરીને સમાજ માટે એક આગવો સંદેશો રજૂ કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે તેમને પ્રેરિત કરવાં માટે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ ભા.જ.પા.ના અગ્રણી નીતુભા સરવૈયા તથા પાલીતાણા માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment