હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકાના સરતાનપર ખાતે રાજ્યના અઠમાં તબક્કાના ત્રીજા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ- ૧,૬૯૧ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, સરકાર આપના દ્વારે આવીને વિવિધ યોજનાઓના લાભ લઇ આપી રહી છે ત્યારે તમારે તેનો અચૂક લાભ લેવો જોઇએ. તેમણે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો પણ આ અવસરે વિસ્તૃત રીતે રજૂ કરી હતી. તેમણે ઉજ્જવલા યોજના, સ્ટાર્ટ અપ યોજના, મુદ્રા યોજના, ખેડૂત સન્માન નિધિ યોજના વિશે સમજ આપીને કહ્યું કે, સમાજનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જેના વિશે વડાપ્રધાનએ વિચાર્યું ન હોય. રાજ્યની મહિલાઓ, યુવાનો, ખેડૂતો, બિઝનેશમેન આ તમામનો ખ્યાલ રાખીને તેઓ જ્યારે કાર્ય કરી રહ્યાં છે ત્યારે આપણી ફરજ બને છે કે, ભારતને એક અને નેક બનાવવાં માટે અને વિશ્વશ્રેષ્ઠ બનાવવાં માટે આપણું પણ યોગદાન આપીએ. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે જેને અનુલક્ષીને ભૂપતભાઈ બારૈયા દ્વારા પદાધિકારી/અધિકારીઓનું સ્વાગત પુષ્પગુચ્છને બદલે પક્ષીના માળા અને પાણીના કુડા તથા વૃક્ષોના બીજની કીટ આપીને નવતર અભિગમ અપનાવીને કર્યું હતું. ભૂપતભાઈ બારૈયા દ્વારા આ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ અરજદારને આજુ બાજુના ગામના લોકોને આ સેવાસેતુ દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રકારના સેવાની તથા યોજનાઓ વિશે જાણકારી આપી અને વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમનો લાભ છે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં આભાર વિધિ શિક્ષણ સમિતિના ચેરમેન કમુબન ચૌહાણે કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના પ્રમુખ પેથાભાઈ ડાંગર, જિલ્લા ભાજપના મહામંત્રી અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડાયરેક્ટર ભુપતભાઈ બારૈયા, તાલુકાના ભા.જ.પ.ના મહામંત્રી રાજુભાઈ ફાળકી, તાલુકાના કારોબારી ચેરમેન હેતલબેન ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ સાંગા, હરદેવસિંહ ગોહિલ, ડો. ધીરૂભાઇ શિયાળ, તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારીઓ- અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી