હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર શહારમાં અવારનવાર જુગરધામ પકડાતું હોય છે છતાં રાધનપુર માં જુગારી ઓ પોતાની જુગાર ની રમત બંધ કરતા નથી ત્યારે રાધનપુર ના નંદનવન સોસાયટીમાં શાંતિલાલ ઠકકર પોતાના જ ઘરે જુગારીઓ બોલાવી તીન પતી રમતા પોલીસ ના હાથે ઝડપાયા ચકચાર મચી જવા પામ્યો છે.
રાધનપુર શહેર ની વૃંદાવન સોસાયટીના રહીશ શાંતિલાલ રુગનાથભાઈ ઠકકર તેમના રહેણાંક ના મકાન નાં પ્રથમ માળે 6 જેટલા જુગારીઓને બોલાવી તીનપતિ નો જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસ અચાનક ત્રાટકતા 7 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. આ જુગારીઓ પાસે થી 8 મોબાઈલ જેની કિંમત 36 હજાર આમ કુલ 1,03,230/- સાથે 7 આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતા ત્યારે મહિલા આરોપી પોલીસ ના સકંજામાં આવે તે પહેલાં નાસી છૂટી હતી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

