મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે.

રાજકોટ,

ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે. પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે. તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટ હુકમ લવાશે. મુખ્યમંત્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો અડગ નિર્ધાર કર્યો છે. આ અધિનિયમની હાલની જોગવાઇ પ્રમાણે ભારતીય દંડ સંહિતાના ચેપ્ટર-૧૬ અને ૧૭ માં દર્શાવેલ ગુના આચરનાર સામે ભયજનક કેટેગરીમાં પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી. તેમાં હવે ચેપ્ટર-૮ અને ૧૬ (કલમ-૩૫૪,૩૫૪ (એ), ૩૫૪ (બી), ૩૫૪ (સી), ૩૫૪ (ડી), ૩૭૬,૩૭૬ (એ), ૩૭૬ (બી), ૩૭૬ (સી), ૩૭૬ (ડી) અને ૩૭૭ ના સિવાય) ચેપ્ટર-૧૭ અથવા ચેપ્ટર-૨૨ના ગુનાઓ કરનાર સામે પણ પાસાની કાર્યવાહી શકય બનશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment