કેન્દ્રની ભાજપ સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા પાટણ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર ને સફળતાનાં આઠ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ઉપલબ્ધીઓ વર્ણવામાં આવી હતી.

કેન્દ્રની ભાજપ સરકાર ની સફળતા ના આઠ વર્ષ પૂર્ણ થતા આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા હિતેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં હિતેન્દ્ર પટેલ ભાજપ સરકારના આઠ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓ અને વિવિધ યોજનાઓ પત્રકારો સમક્ષ મુકી હતી. ખાસ કરીને ભારત સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી દેશના ખેડૂતોને 11 જેટલી કિસાનનિધિ ખેડૂતોના ખાતામાં જમા કરાવી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકારે પગલું ભર્યું છે. ગંગાસ્વરૂપ મહિલાઓને વિધવા પેન્શન, દિવ્યાંગ પેનશન, વિદ્યાર્થીઓના ખાતામાં સીધી સ્કોલરશીપ જમા કરાવી તેમજ આરોગ્યલક્ષી મહત્વની યોજના આયુષ્યમાન ભારત યોજના કરોડો પરિવારો માટે આશીર્વાદ બની છે. આ સાથે સાથે વિશ્વમાં સૌથી મોટી રસીકરણ અભિયાન જેમાં 200 કરોડ લોકોને નિઃશુલ્ક રસી આપવામાં આવી. કોરોના કાળમાં તમામ કાર્ડ ધારકોને નિઃશુલ્ક અન્ન આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે સતત 24 કલાક ખેડૂતોને વીજળી આપી, ઉજવાળા યોજનામાં મહિલાઓને ચૂલા થી આઝાદી અપાવી ગેસનો બાટલો આપ્યો આમ સરકારે માત્ર આઠ વર્ષના સમય ગાળામાં અનેક લોક ઉપયોગી યોજનાઓ અમલમાં લાવી છે. આમ પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે અનેક યોજનાઓ પત્રકારો સમક્ષ મૂકી હતી. આ પરિષદમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી સહિત પાટણ જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment