જિલ્લામાં ચાલતા મનરેગા કામોનું નિરીક્ષણ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. સોલંકી

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના ગામમાં કે નજીકના સ્થળે રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના કાર્યરત છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) અને અમીનપુરા ગામે ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ કામલપુર (ધરવડી) ખાતે મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા નવીન આંગણવાડીના બાંધકામ, વ્યક્તિગત ઘાસચારાના વાવેતરના કામોનું જાતનિરિક્ષણ કર્યું હતું. સાથે જ કામલપુરના સરપંચને નવીન પંચાયત ઘરના નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ અમીરપુરા ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલા આડબંધ અને હોલિયાના નિર્માણના કામોની પણ મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી. જ્યાં કામ કરી રહેલા શ્રમિકોની NMMS પદ્ધતિથી કામના સ્થળે પુરવામાં આવતી હાજરીની ચકાસણી કરી શ્રમિકોને છાસનું વિતરણ પણ કર્યું હતું.

મનરેગા યોજના હેઠળ શ્રમિકોને તેમની કામગીરીના પ્રમાણમાં વેતનની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે તમામ શ્રમિકોને રૂ.239/- લેખે પૂર્ણ વેતન મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી દ્વારા મેજરમેન્ટ પોલના ઉપયોગ દ્વારા કામની વહેંચણી અને તે મુજબ કરવાના થતા કામ અંગે શ્રમિકોને સમજ આપી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment