વિજ થાંભલાઓ ગેરરીતી આચરીને અનાધિકૃત રીતે પોતાની વાડીઓમાં કુવામાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાશે તો ફોજદારી રાહે કાયદેસરની કાર્ય વાહી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ તેમજ નવા વિજ જોડાણો આપવા માટેની કામગીરી કરવા માટે નવી વિજ લાઈનો ઉભી કરવાની જરૂરિયાત રહેતી હોય છે, વિજ કંપની દ્વારા આવા કામો કરવા માટે જુદા જુદા લોકેસનો પર સિમેન્ટના વિજ થાંભલાઓ ઉતારવામાં આવેલ છે. અમુક લોકો પોતાની અંગત જરૂરિયાત માટે આ વિજ થાંભલાઓ ગેરરીતી આચરીને અનાધિકૃત રીતે પોતાની વાડીઓમાં કુવામાં, વાડીયે ઓરડી/ઢાળિયું બનાવવામાં તેમજ વાડીની ફરતે ફેન્સીંગ માટે ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવેલ છે.આમ ગેરકાયદેસર રીતે વિજ પોલનો ઉપયોગ કરેલ હોય ત્યારે, વિજ કંપનીના અધિકૃત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તે સમયે આવા અંગત કામમાં વપરાયેલ વિજ પોલ માટેની માલિકી જે તે વ્યક્તિ સિદ્ધ નહિ કરી શકે તો પીજીવીસીએલ કંપની દ્વારા આવા વ્યક્તિની વિરુદ્ધમા ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે.જેની બોટાદની સર્વે જાહેર જનતાએ ગંભીર નોંધ લેવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના અધિક્ષક ઈજનેર, વર્તુળ કચેરી, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment