છોટાઉદેપુરના મુસ્લિમ સમાજ દ્રારા નૂપુર શર્માના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર મોહમ્મદ પયગંબર ની શાનમાં જે BJP ની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ તા. 22/05/2022 ના રોજ એક ટીવી ડિબેટમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધ માં સમગ્ર વિશ્વમાં તેની ટીકા થઈ રહી છે, સમગ્ર મુદ્દા પર રાજકારણ પણ ગરમાયું છે અને તમામ ક્ષેત્રના લોકો આ મુદ્દા પર પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયા દ્રારા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદ તેને 6 વર્ષ માટે તેના પદ પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાય એ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાની સાથેજ તેને કડકમાં કડક સજા પણ…

Read More

મહીસાગર જિલ્લામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ લુણાવાડા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઔદ્યોગીક રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનો કે જે ઓ શિક્ષકની લાયકાત ધરાવે છે તેવા યુવાનો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિની અધ્યક્ષતામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ વાડા, લુણાવાડા ખાતે હતો. આ પ્રસંગે રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્રારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે પી.ટી.સી, બી.એ બી.એડ, એમ.એસ.સી બી.એડ, એમ. એ.બી.એડ, બી.સી.એ, બી.એસ.સી. બી.એડ, બી.એસ.સી નર્સિંગ, એમ.એસ.સી…

Read More

જસદણ યુવા ભાજપ એ પ્લે કાર્ડ દ્વાર પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, જસદણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમા ચાલી રહેલી સરકારી યોજનાઓ વિસે લોકોને વધુ માહિતગાર કરવા અને વધારેમાં વધારે તમામ સરકારી યોજનાઓ પહોચે તે માટે સેવા સુસાશન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અતર્ગત જસદણ શહેર અને તાલુકા યુવા ભાજપના કાર્યકર્તાઓ એ આયુષ્માન ભારત, દિવ્યંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના જેવી સરકારી યોજનાઓ ના પ્લે કાર્ડ દ્વારા પ્રદર્શન કરી નાગરિકોને માહિતગાર કરેલ બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લોન ટેનિસ આઇ.જી.કપ ટૂર્નામેન્ટની શરૂઆત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે મોડી સાંજે કરાવી હતી. આ તકે આઇ.જી.પી. કપ લોન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, લોન ટેનિસની રમતનું આવું ભવ્ય આયોજન આ ખેલનાં ફલકને વિસ્તારવા માટે ખૂબ જ સરાહનીય પ્રયાસ છે. રાજ્યમાં રમત માટેની રુચિ રમતવીરોમાં વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી રમતવીરોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હતો. જેને લીધે આજે ગુજરાતમાં અનેક ખેલાડીઓ વિવિધ રમતોમાં આગળ…

Read More

શિક્ષણ મંત્રીની જાહેરાત:શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ લોન ટેનિસ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે. આ કપ શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસ કરતાં હોય કે અભ્યાસ ન કરતાં હોય તેવાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ રમતગમતની સ્પર્ધા થાય અને રમતગમતને પ્રોત્સાહન અને…

Read More

ગામમાં સ્વિમિંગ પૂલ ન હોવાથી ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને ભાવનગરના પાલીતાણાની સ્કૂલના બાળકો સ્વિમિંગ સ્કૂલમાં આધુનિક તાલીમ માટે પસંદગી પામ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર આપણે ત્યાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના બાળકોએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. ગામમાં સ્વિમિંગ-પુલની સગવડ ન હોવાથી ગામમાં આવેલાં ચેકડેમમાં નિરંતર પ્રેક્ટિસ કરીને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વિમિંગ શાળામાં પ્રવેશ મેળવીને પોતાનું કૌવત બતાવ્યું છે. શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાના બાળકો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે.. જેમાં સ્વીમીંગની વિવિધ ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય,…

Read More

સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ અપાશે જ્ઞાન

હિન્દ ન્યુઝ, ભાવનગર • દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે • બાળકોને વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગાહીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી આપવામાં આવશે • શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ તેમજ ચા-નાસ્તો, ભોજન તથા નિવાસ તેમજ અન્ય આનુષાંગિક…

Read More

ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા ૨૭ જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ૧૫ માં નાણાપંચ અંતર્ગત આધુનિક સાધનો અર્પણ કરતાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે, માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનનું પ્રમાણ ઘટાડવા માટે કટિબદ્ધ છે. પંચવર્ષીય યોજના અંતર્ગત ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આરોગ્ય સુવિધાઓ ગુણવત્તાસભર અને અત્યાધુનિક સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભીની પ્રેરણાથી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડના પ્રયત્નોથી ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને…

Read More

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આગામી તા.૧૪ ના રોજ કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા- સુશાસન કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુન, મંગળવારે કેન્દ્ર સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થવા અવસરે સેવા- સુશાસન કાર્યક્રમ મહુવા એ.પી.એમ.સી. ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વતૈયારી માટે જિલ્લા સેવા સદન ખાતેના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળ, સમય અને આયોજન બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ કાર્યક્રમ અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. જે અંતર્ગત સરકારની ફલેગશીપ યોજનાઓના લાભ લાભાર્થી નાગરિકોને આપવા, કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, વિવિધ યોજનાઓની…

Read More

દુનિયાનો છેડો ઘર અને આ ઘરને સાકાર કરવાનું માધ્યમ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના

હિન્દ ન્યુઝ, ભાવનગર આ પૃથ્વી પર માનવ જાત માટે ત્રણ સુવિધાઓ ખૂબ જ મહત્વની છે. રોટી, કપડાં ઔર મકાન. પૃથ્વી પરના દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઈચ્છા અને અભિલાષા હોય છે. જ્યાં તે પોતાના ઘરમાં પોતાનો કુટુંબ કબીલો વસાવી શકે. પોતાનો ઘરસંસાર ચલાવી શકે અને પેઢી દર પેઢી ચલાવી શકે. જ્યાં તેને નિરાંતની પળો મળે, સુખ મળે અને દિવસભરના થાક બાદ આરામની લહેરખી જ્યાં અનુભવાય તે પોતાનું ઘર છે. એટલાં માટે તો કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર અને તેને વાસ્તવમાં ચરિતાર્થ કરવાં માટેનું માધ્યમ બની છે… પ્રધાનમંત્રી આવાસ…

Read More