દુનિયાનો છેડો ઘર અને આ ઘરને સાકાર કરવાનું માધ્યમ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના

હિન્દ ન્યુઝ, ભાવનગર

આ પૃથ્વી પર માનવ જાત માટે ત્રણ સુવિધાઓ ખૂબ જ મહત્વની છે. રોટી, કપડાં ઔર મકાન. પૃથ્વી પરના દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઈચ્છા અને અભિલાષા હોય છે. જ્યાં તે પોતાના ઘરમાં પોતાનો કુટુંબ કબીલો વસાવી શકે. પોતાનો ઘરસંસાર ચલાવી શકે અને પેઢી દર પેઢી ચલાવી શકે. જ્યાં તેને નિરાંતની પળો મળે, સુખ મળે અને દિવસભરના થાક બાદ આરામની લહેરખી જ્યાં અનુભવાય તે પોતાનું ઘર છે. એટલાં માટે તો કહેવાય છે કે દુનિયાનો છેડો ઘર અને તેને વાસ્તવમાં ચરિતાર્થ કરવાં માટેનું માધ્યમ બની છે… પ્રધાનમંત્રી આવાસ યોજના….જેના દ્વારા દેશના લાખો લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું છે.

ભાવનગરના આવાં જ એક આવાસના લાભાર્થી કાંતિભાઈ દેવજીભાઈ વાઘેલા પહેલા ભાડાંના ઘરમાં રહેતા હતાં. ત્યારે તેમણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

તેમના પડોશી દ્વારા તેમને હેરાનગતી અનુભવાતી હતી. જો ઘર આવતાં મોડુ થાય તો તે ઘરના દરવાજા બંધ કરી દે. આવી મુશ્કેલીઓથી હું કંટાળી ગયો હતો અને એવી જગ્યાએ રહેવા માગતો હતો કે જ્યાં હું ચેનનીની સાંસ લઈ શકું. મારા બાળકો શાંતિથી અભ્યાસ કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે.

તેમની બધી અપેક્ષાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સાકાર થઈ રહી છે અને આ ઘર મળવાથી તેમણે જે અનુભવ થઈ રહ્યો છે. તેને વર્ણવતાં તેઓ ગદગદિત થઈ ગયાં હતાં અને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ- ખૂબ આભાર માન્યો હતો.

આવાં જ એક લાભાર્થી રાજેશ બચુભાઈ રાઠોડ પોતાના હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, સરકાર દ્વારા એમને મકાન બાંધવા માટે નાણાકીય સહાય કરવામાં આવી છે જેના દ્વારા તે પોતાનું મકાન બનાવવા માટે સક્ષમ બન્યાં છે. તેઓ સરકાર દ્વારા થઈ રહેલા આવા ઉદ્યમી પ્રયાસને બિરદાવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં ગ્રામજનોને પોતાનું પક્કુ મકાન મળવાથી આત્મ-સમ્માન વધ્યું છે તથા તેમના કુટુબીજનોને રહેવા માટે એક સ્વચ્છ અને સુંદર ઘર પ્રાપ્ત થયું છે. આ માટે પોતિકી એવી સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, તેમ તેઓ લાગણીસભર સ્વરે જણાવે છે.

 બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment