હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ સખી મંડળની બહેનો અને કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ-સહ-પ્રદર્શન માટે જવાહર મેદાન ખાતે આગામી તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે દરમ્યાન સખી મેળાનું તેમજ ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે આ મેળાની શરૂઆત કરાવશે. આ અવસરે શહેરના ગણમાન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ૭ દિવસ ચાલનાર આ મેળામાં ભાવનગર તેમજ અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી (પાપડ, અથાણાં, નમકીન),…
Read MoreDay: June 24, 2022
થામણા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વેળાએ શિક્ષણમંત્રી જાતે ટ્રેક્ટર ચલાવી બાળકોને શાળાએ લઈ ગયા
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહયા હતા. શિક્ષણ મંત્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કન્યા કેળવણીનું સ્વપ્ન સાચા અર્થમાં ચરિતાર્થ થાય અને ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધે તે માટે ૨૦૦૩ ના વર્ષથી આરંભાયેલા કન્યા કેળવણી રથયાત્રાના સાચા અર્થમાં ચાલક બની થામણા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડી તેઓએ જાતે ટ્રેક્ટર ચલાવીને…
Read Moreમહુવા તાલુકાની ડોળીયા અને માઢીયા શાળાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાના હસ્તે વિતરણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની ડોળીયા અને માઢીયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી દ્વારા ડોળીયા શાળાની ૧૩ વિદ્યાર્થીનીઓ અને માઢીયા શાળાની ૧૦ વિદ્યાર્થીનીઓને રૂ. ૨,૦૦૦ ના વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધો. ૧ થી ૭ માં સળંગ એક પણ ધોરણ ડ્રોપ આઉટ થયા વગર પાસ કરનાર દીકરીઓને આ બોન્ડની રકમ તેનાં વ્યાજની રકમ સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ તકે મંત્રી એ જણાવ્યું હતું કે, આજે દીકરા કરતાં…
Read Moreભાવનગર ખાતે આગામી તા. ૧ જુલાઈ ના રોજ યોજાનાર રથયાત્રાને લઈને ભાવનગર શહેર એકતા સમિતિ બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે આગામી તા.૧ લી જુલાઈના રોજ ભાવનગર ખાતે યોજાનાર ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર એકતા સમિતિની બેઠક આજે બપોરે ભાવનગરના મેયર અને રથયાત્રા સમિતિના અધ્યક્ષશ્રી શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ ,કમિશ્નર યોગેશ નિરગુડે, સભ્ય બાબુભાઇ સોલંકી, હરેશભાઇ પરમાર, મહંમદ ઇકબાલભાઇ પરીયાણી, શ્રીમતિ ડો.પ્રતિજ્ઞાબેન ત્રિવેદી, જયેન્દ્રભાઇ દવે તથા સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય-મથક) ડી.ડી.ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરમાં શાંતિ, એકતા અને સદભાવના દ્રારા કોમવાદ, જ્ઞાતિવાદ જેવા દૂષણોથી દૂર રહી શહેરમાં યોજાનાર રથયાત્રા…
Read Moreબોટાદ PGVCL વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા ૭ કેસો અને રૂ.૧.૩૭ લાખનો નિકાલ કરાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ PGVCL, વર્તુળ કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જેની બેઠક દરમાસે મળે તેવું હાલ આયોજન કરેલ છે જે અંતર્ગત તેની પ્રથમ બેઠક બોટાદ વર્તુળ કચેરીમાં કરવામાં આવી હતી. જેમાં કુલ-૭ કેસો અને રૂ.૧.૩૭ લાખનો નિકાલ કરવામાં આવ્યો છે. સદર આ કેસોના સમાધાન અંતર્ગત ગ્રાહકોને નિયમ મુજબ વ્યાજ માફીનો લાભ આપવામાં આવ્યો છે, તેમજ તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવી કોર્ટ કેસ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.…
Read Moreમહુવા તાલુકાના પઢીયારકા ખાતે જૂની શાળાના સંસ્મરણો વાગોળતા મંત્રી આર. સી. મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય કક્ષાના મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણા એ આજે શાળા પ્રવેશોત્સવ માં ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ખાતે જયારે તેઓ ભણતા હતા એ સમયના શાળાના સંસ્મરણો વાગોળ્યા હતાં. મંત્રી પઢીયારકા ગામમાં જ શાળા કક્ષાનો અભ્યાસ કરેલો છે ત્યારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે એ સમયે એક જ રૂમ ની શાળા હતી અને વરસાદના વાદળ આકાશ માં દેખાય ત્યાં જ રજા આપી દેવાતી જયારે અત્યારે પાકા બાંધકામ વાળા ઓરડા છે અને દરેક વિષય ના અલગ અલગ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે તો બ્લેક બોર્ડ…
Read Moreતા. ૨૬ જૂનના “મારું બોટાદ, નશા મુક્ત બોટાદ” થીમ પર નવતર અભિગમથી ઉજવણી થશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જીલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬ જુનથી નશાકારક પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની જિલ્લા વ્યાપી જાગૃતિ, સતર્કતા અને તકેદારીના અભિગમ સાથે અભિયાન રૂપી ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. જિલ્લાના નાગરીકો ખાસ કરીને કિશોર અને યુવાનોમાં જવાબદારીની ભાવનાઓ ઉત્તેજીત કરવા,નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુરુપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી “શેર ધ ફેક્ટઓન ડ્રગ્સ, સેવ લાઈફ” થીમ પર આગામી પખવાડીયા સુધી કાર્યક્રમો કરવામા આવશે. પ્રસ્તુત ઉજવણીમાં…
Read Moreનાના નાના ભૂલકાઓને આંગળી પકડી શાળાનાં પ્રાંગણમાં આવકારવતાં રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં રાજ્ય ક્ક્ષાના ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં રાજ્યમંત્રી આર.સી.મકવાણાએ મહુવા તાલુકાનાં માઢીયા, પઢીયારકા અને ડોળીયા ગામ ની શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આજે તા.૨૪ જૂન શાળા પ્રવેશોત્સવ ના બીજા દિવસે રાજ્યભરમાં યોજાનાર ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં મંત્રી દ્વારા શૈક્ષણિક કીટ આપીને બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડીનાં બાળકોને પોષક કીટ આપવામાં…
Read Moreશૈક્ષણિક સત્રને પ્રારંભે વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રમાણપત્રોની જરૂરીયાતને પહોંચી વળવાં માટે સીટી મામલતદારની કચેરીનું જનસેવા કેન્દ્ર રવિવારનાં દિવસે પણ ખુલ્લું રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્તમાન રાજ્ય સરકાર તો સંવેદનશીલ છે જ પણ તેનું તંત્ર પણ તેવું સંવેદનશીલ છે. તેનું ઉદાહરણ પૂરું પાડતાં સીટી મામલતદારની કચેરી આગામી તા.૨૫ મી જૂનના રોજ શનિવારે પણ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શાળા અને કોલેજોના નવાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આથી વિદ્યાર્થોઓને જરૂર પડતાં વિવિધ પ્રમાણપત્રો લેવાં માટેની અગવડતા ન પડે તે માટે આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ શૈક્ષિણક બોર્ડનાં પરિણામો અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને આગળનાં અભ્યાસક્રમ માટે જાતિ, આવકનાં પ્રમાણપત્રો, નોન ક્રિમિલેઅર સર્ટિફિકેટ, ઇ.ડબલ્યુ.એસ. સરર્ટિફિકેટ…
Read Moreભાવનગરના સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામમાં કન્યા કેળવણી સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓની બહુમતી છે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામમાં કન્યા કેળવણી સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓની બહુમતી છે. સરકાર દ્વારા કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ માટે ચીવટપૂર્વક જે આયોજનો થઈ રહ્યાં છે. તેના ફળ ધીમે-ધીમે સમાજમાં દેખાવા લાગ્યાં છે. એનું જ એક જ્વલંત ઉદાહરણ છે કે પાંચ તલાવડા ગામ… આ ગામમાં સમાજજીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં મહિલાઓની બહુમતી છે. પાંચતલાવડા ગામે સરકારના સકારાત્મક અભિગમ અને સમાજની જાગૃતિનું ફળ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત સૌ મહેમાનો તે વિશે જાણીને આશ્ચર્ય સાથે આનંદ પામ્યાં હતાં સિહોર તાલુકાના પ્રગતિશીલ ગામ પાંચતલાવડા ખાતે…
Read More