મહુવા તાલુકાની ડોળીયા અને માઢીયા શાળાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાના હસ્તે વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની ડોળીયા અને માઢીયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું

આ તકે મંત્રી દ્વારા ડોળીયા શાળાની ૧૩ વિદ્યાર્થીનીઓ અને માઢીયા શાળાની ૧૦ વિદ્યાર્થીનીઓને રૂ. ૨,૦૦૦ ના વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધો. ૧ થી ૭ માં સળંગ એક પણ ધોરણ ડ્રોપ આઉટ થયા વગર પાસ કરનાર દીકરીઓને આ બોન્ડની રકમ તેનાં વ્યાજની રકમ સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે

આ તકે મંત્રી એ જણાવ્યું હતું કે, આજે દીકરા કરતાં પણ દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. દીકરીઓ આઈ.એ.એસ. અને આઈ. પી. એસ કક્ષાની પરીક્ષામાં પણ અગ્ર સ્થાને પાસ થઈ રહી છે. ત્યારે વિદ્યાલક્ષી બોન્ડ એનાયત થયેલ દીકરીઓને આગળ ભણવા શુભેચ્છા પાઠવી હતી.

શાળા પ્રવેશોત્સવનાં આ કાર્યક્રમમાં ટી. પી.ઓ. અજયભાઈ જોશી, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય છગનભાઈ ભાળિયા, તલગાજરડાની મોડેલ સ્કૂલના આચાર્ય વી.એલ.રાજ્યગુરુ, સંકલન અધિકારી કલ્પેશભાઈ વ્યાસ, મઢીયા શાળા ના આચાર્ય શ્રદ્ધાબેન દવે, માઢીયા બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય વશરામભાઇ શિયાળ, પઢીયારકા શાળાના આચાર્ય મનુભાઈ મકવાણા, ડોળીયા શાળાના આચાર્ય વિમલભાઈ વાવડીયા તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment