મહુવા તાલુકાના પઢીયારકા ખાતે જૂની શાળાના સંસ્મરણો વાગોળતા મંત્રી આર. સી. મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય કક્ષાના મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણા એ આજે શાળા પ્રવેશોત્સવ માં ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ખાતે જયારે તેઓ ભણતા હતા એ સમયના શાળાના સંસ્મરણો વાગોળ્યા હતાં.

મંત્રી પઢીયારકા ગામમાં જ શાળા કક્ષાનો અભ્યાસ કરેલો છે ત્યારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે એ સમયે એક જ રૂમ ની શાળા હતી અને વરસાદના વાદળ આકાશ માં દેખાય ત્યાં જ રજા આપી દેવાતી જયારે અત્યારે પાકા બાંધકામ વાળા ઓરડા છે અને દરેક વિષય ના અલગ અલગ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે તો બ્લેક બોર્ડ નું સ્થાન ડિજિટલ બોર્ડ એ લીધું છે એવી સુવિધા હવે ગામડાની શાળાઓમાં પણ મળે છે

આ ઉપરાંત ગામના વડીલો ને મળીને જુના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને તેનું યથાયોગ્ય નિરાકરણ લાવવા હૈયા ધારણા આપી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment