જામનગર જીલ્લા ના દડિયા ગામ માં આવેલ શ્રી દડિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ જામનગર જીલ્લા ના દડિયા ગામ માં આવેલ શ્રી દડિયા પ્રાથમિક શાળામાં આજે પ્રથમ ધોરણ માં નવા ૫૫ જેટલા આવેલા નાના ભૂલકાં ઓને આવકારવા શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી બી.ડી. ચુડાસમા તેમજ સી.આર.સી.ના પ્રિયંકાબેન સોલંકી, શાળા ના આચાર્ય પરેશભાઈ દુબલ, દડિયા ગામ ના સરપંચ રાજુભાઈ લખિયાર, જામનગર તાલુકા પંચાયત ના દંડક કેશુભાઈ આહીર, ઉપસરપંચ જમનભાઈ આહીર, તેમજ પંચાયત ના સભ્ય કમલેશભાઈ હરવરા, સંજયભાઈ લખિયર, જગદીશભાઈ હરવરા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નાના…

Read More

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કુડા રોડ વાદી વિસ્તાર માંથી ૨૦૪ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા રોડ વાદી વિસ્તારમા રેહતા જોગનાથ રુમાલનાથ વાદીના ભોગવટા વાળી વાડીમા રેઈડ કરી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ્સની વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૪, મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬.૬.૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Read More

સાયલા તાલુકાની ઉમાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સાયલા  સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે દિકરીઓ શિક્ષિત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવોજ એક પ્રયાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં ઉજવાય છે. ત્યારે આજરોજ તારીખ 25 6 2022 ના દિવસે સાયલા તાલુકાના ઉમાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ યુ.એન .પરમાર તથા વિસ્તરણ અધિકારી જે.સી.પટેલ તથા સી.આર.સી હાર્દિકભાઈ ચાવડા ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો જેમાં આવેલ મહેમાનો ને સ્વાગત ભેટ તથા શાળાની બાળાઓ…

Read More

કમાલપુર પે કેન્દ્ર શાળા ના આંગણે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, રાધનપુર શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ધોરણ ૧ તેમજ નાના ભૂલકા નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ ખૂબ જ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો. રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં ધોરણ ૧ ના નાના ભૂલકાઓ નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ તેમજ કમાલપુર સ્કૂલ મા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૦ નું કરવામાં આવ્યું આયોજન જેમાં નીચે મુજબ પ્રવેશ ઉત્સવની વિશેષતા થી ઉજવવવામાં આવ્યો હતો.. પ્રથમ ધોરણના ૧ ના બાળકો તેમજ આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત ઉપક્રમે પ્રવેશ આપવામાં આવ્યો હતો.SMC અધ્યક્ષ ભીખાભાઈ ભરવાડ તરફથી પણ બાળકોને કીટની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૩ થી ૮…

Read More

શાળા પ્રવેશોત્સવના અવસરે પાલિતાણા અને તેની આસપાસની શાળાઓમાં ૨૦ હજાર નોટબુકનું વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. શાળા પ્રવેશ સાથે જે સૌથી પ્રાથમિક જરૂરિયાત પડે તેમાં એક નોટબુક છે, કે જેની અંદર શિક્ષક દ્વારા કરાવવામાં આવતો વિદ્યાભ્યાસ નોંધવામાં આવે છે અને તેના વારંવારના અભ્યાસ દ્વારા બાળકો પ્રાથમિક શિક્ષણને અજવાળે છે. દિવસે- દિવસે સ્ટેશનરીના ભાવ વધતાં જાય છે. તેવાં સમયે ગ્રામ્ય સ્તરે આવેલી શાળાના વાલીઓને આવી નોટબુક ખરીદવાનું ભારણ ન પડે તે માટે પાલીતાણા ખાતે આવેલી જૈન ગેમ્સ ગૃપ, લંડન નામની સંસ્થા દ્વારા પાલિતાણા અને તેની આસપાસની શાળાઓમાં ૨૦ હજાર નોટબુકનું વિતરણ…

Read More

શાળા પ્રવેશોત્સવ સાથે આરોગ્યનું શિક્ષણ આપતું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરસાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ અત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલી, સહયોગી, શિક્ષણ તંત્ર અને બાળકો ઉપસ્થિત હોય છે.ત્યારે શિક્ષણના આ મહાયજ્ઞ સાથે આરોગ્યનું પણ શિક્ષણ આપવાનું બીડું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રએ ઝીલ્યું છે. આમ પણ, શિક્ષણ અને આરોગ્ય એકબીજાના પર્યાય અને પૂરક છે. ત્યારે જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશમાં આર.ડી.ડી. મનીષકુમાર ફેન્સી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ ઝુંબેશ અંતર્ગત શિહોર તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.બી.પી.…

Read More

મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ

શાળા પ્રવેશોત્સવ સાથે આરોગ્યોત્સવ હિન્દ ન્યુઝ, ભાવનગર      સમગ્ર રાજ્યમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે જ ભાવનગર જિલ્લામાં મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત ભાવનગરની વિવિધ શાળાઓમાં નિદર્શન સહ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળ આવતાં વળાવડ ગામ ખાતે આવેલી સચ્ચિદાનંદ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મેલેરિયામુક્ત ગુજરાત-૨૦૨૨ ના મિશન અંતર્ગત ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા વગેરે જેવાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો, તેનાથી બચાવ માટેના ઉપાયો, તેને અટકાવાના ઉપાયો વગેરે બાબતો અંગે શાળાના બાળકોને પ્રોજેક્ટર પર વીડિયો…

Read More

ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા             ચોટીલા તાલુકાની નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ચોટીલા તાલુકા પ્રમુખ અને ગામના સરપંચ ઉપસરપંચ શાળાના શિક્ષકો અને ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત મા ૧૦૦% ટકા નામાંકન થાય અને સૌ બાળકો શાળામાં પ્રવેશ મેળવે ને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો નાના પાળિયાદ પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં ૨૦ જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો. ગામના દાતાઓ દ્વારા બાળકોને અભ્યાસ માટેની કીટ…

Read More

તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના તળાજા તાલુકાના ભેગાળી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ-૧ માં પ્રવેશ મેળવતાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં પ્રવેશ મેળવી રહેલાં નાનકડાં ભૂલકાઓને પણ રમકડા સાથેની કીટ આપીને આંગણવાડીમાં પા પા પગલી ભરાવવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણમાં શિક્ષણનું જીવનમાં મહત્વ અને શિક્ષણથી થતાં ફાયદા વિશેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કેળવણી અને અક્ષરજ્ઞાન વગરનું જીવન પશુવત છે.જે જીવંત છે ,જે વિચારવંત છે તે જ જીવનમાં આગળ વધી શકે છે તેવી…

Read More

જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધો-૧ માં પ્રવેશ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર          રાજ્યભરમાં ચાલી રહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજે ત્રીજા દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ તળાજા તાલુકાના માંડવા ગામે ઉત્સાહભર્યા વાતાવરણમાં ભૂલકાઓને ધોરણ-૧ માં પ્રવેશ કરાવડાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ આ અવસરે વક્તવ્ય આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને કન્યાઓ પણ દીકરાઓ જેટલું જ શિક્ષણ મેળવે તે માટે પ્રતિવર્ષ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ કરેલા આ શિક્ષણ…

Read More