ધ્રાંગધ્રા માલવણ હાઇવેના હરિપર પાસે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત અન્ય ૧ વ્યક્તિ ને ગંભીર ઇર્જાઓ પોહચી હાઈવે રસ્તા ઉપર પસાર થતા અજાણ્યા વાહને બાઈક ને હડફેટે લેતા સર્જાયો હોય અકસ્માત સુત્રોના આધારે મળી માંહીતી બાઇક અકસ્માત માં અન્ય ૧ વ્યક્તિ ને ગંભીર ઇર્જા થતા પ્રથમ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં માં આવ્યા હતા હરિપર રોડ ઉપર બાઇક અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નીપજયું હતું હાલ એક વ્યક્તિ ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Read More

ગુજરાત રાજ્ય માં રક્ષાબંધન ના પવિત્ર દિવસે ગુજરાત એસટી બસો માં તમામ મહિલાઓ માટે મફત મુસાફરી કરવા બાબત જ. લ.પરમાર ઉપપ્રમૂખ સિદ્ધપુર નગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર ગુજરાત રાજયમાં પવિત્ર શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધન ના પવિત્ર દિવસે રાજય સરકાર દ્વારા ગુજરાત ની એસ.ટી. બસોમાં તમામ મહિલાઓ સારું એક દિવસ માટે મફત મુસાફરી માટે જરૂરી નિર્ણય, ઠરાવ કરવા સારું રાજ્યના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Read More

ગુજરાત રાજ્ય ના શિક્ષિત બેરોજગારો ને માસિક ભથુ આપવા બાબત આવેદન પત્ર અપાયું

હિન્દ ન્યુઝ, રાધનપુર ગુજરાત રાજ્યમાં અત્યારે લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો છે, જેમાં ઉત્તરોત્તર સતત વધારો થઈ રહ્યો છે, તેની સામે રોજગારીની તકો, નોકરીઓ ખુબજ ઓછા પ્રમાણમાં હોઈ, આ ગંભીર સમસ્યા ને ધ્યાને લઇ જ્યાં સુધી શિક્ષિત બેરોજગરોને કોઈ સ્થાયી નોકરી, સ્વરોજગારી કે આજીવિકાનું સાધન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમામ શિક્ષિત બેરોજગરોને માસિક રૂપિયા ૫૦૦૦ થી રૂપિયા ૧૦,૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્થું દરેક ની શૈક્ષણિક લાયકાત ને ધ્યાને રાખી ચૂકવવા રાજ્યના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને જ.લ.પરમાર સિદ્ધપુર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Read More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યરત માનવ કલ્યાણ યોજના અન્વયે લાભ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજદારે જરૂરી પૂર્તતા કરાવી લેવી

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યરત માનવ કલ્યાણ યોજના અન્વયે લાભ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ https://e-kutir.gujarat.gov.in સાઇટ ઉપર જે લાભાર્થીઓની અરજીઓ અધુરા ડોક્યુમેન્ટ હોવાથી પરત કરેલ છે. તેઓ તા.૦૯-૦૬-૨૦૨૨ થી ૧૦ દિવસ સુધી પુર્તતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેની તમામ લાભાર્થીએ નોંધ લેવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Read More

ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા જિલ્લા કક્ષાના રમત-ગમત મેદાન ખાતેથી આવતીકાલે સાંજે ૬-૩૦ કલાકે લોન ટેનિસ આઇ.જી. કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રાયોગિક ધોરણે યોજાયેલ આઇ.જી. કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ કપની શરૂઆત કરવામાં આવશે. તા. ૧૦ જૂન, ૨૦૨૨ ૨૦ થી તા. ૩૦ જૂન,…

Read More

બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે આજે યોજાયેલા “ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યુ છે. આ પ્રતિનિધિમંડળ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન સાથે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને “નોલેજ કોરીડોર” તરીકે ગુજરાતે પોતાની…

Read More

બહુચરાજી મોઢેરા વચ્ચે કાલરી ગામ પાસે થયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર ગાડી પલ્ટી ખાતા ડ્રાઇવિંગ કરતા બહુચરાજીના યુવકનું મોત જીતુ જોષી નામના 33 વર્ષીય યુવકનું નીપજ્યું મોત રોડ પરથી ગાડી અનેક પલ્ટી મારી ખેતરમાં ઢસેડાઈ હતી મહેસાણા સારવાર અર્થે પહોંચે તે પહેલાં રસ્તામાં આશાસ્પદ યુવકનું કરુણ મોત રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની કેન્દ્રની સરકારને ૮ વર્ષ પૂર્ણ થતા આજે ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ દ્રારા શહેર ના વિવિધ વિસ્તારો માં પ્લે-કાર્ડના માધ્યમથી માહિતગાર કર્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની કેન્દ્રની સરકારને ૮ વર્ષ પૂર્ણ થતા યોજનાઓ વિશે લોકોને વધુ માહિતગાર કરવા માટે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અંતર્ગત આજે ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ દ્રારા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો માં જેવાકે ઝાંઝરડા રોડ, ગીરીરાજ મેઇન રોડ, વોર્ડ નંબર 1 ખાતે પ્લે-કાર્ડના માધ્યમથી માહિતગાર કર્યા. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

છોટાઉદેપુર માં નકલી ડિગ્રી બનાવતું કૌભાંડ ઝડપાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર બી.એચ.એમ.એસ, ડોકટર, ANM / GNM નરસીંગ, ધો.૧૦, ૧૨ બોર્ડ તથા ગુજરાત, દીલ્લી, સીકકીમ, હરીયાણા, તમીલનાડુ રાજયની યુનીવર્સીટીના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. ગુજરાત રાજ્ય અમદાવાદ તથા એમ.એસ.ભરાડા, C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ છોટા ઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી બંધ કરવા માટે સુચના કરેલ હોય, જેથી છોટાઉદેપુર એસ.ઓ.જી ખાનગી રાહે કોઇ પણ પ્રકારની ગેરકાયદેસરની ચાલતી માહીતી અંગેની હકીકત આપવા માટે લોક…

Read More

પ્રદેશ ભાજપના મહામંત્રી મહેશભાઈ કસવાલાનો રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ત્રી-દિવસીય પ્રવાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રદેશ ભાજપના મહામંત્રી મહેશભાઈ કસવાલાનો રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ત્રી-દિવસીય પ્રવાસ દરમ્યાન જાફરાબાદના લોઠપુર, મિતીયાળા, વઢેરા, રોહિસા, ચિત્રાસર, ટીંબી, નાગેશ્રી વગેરે ગામોનો પ્રવાસ કરેલ અને તેમની સાથે પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી નશાબંધી અને આબકારી બોર્ડ, ગુજરાત રાજયના ડિરેક્ટર જીવનભાઈ બારૈયા તથા ભાજપ ચુંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તથા સરપંચઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા. રિપોર્ટર : હેમુ સિયાળ, ભાવનગર

Read More