આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત વર્ષ ઉજવતાં હરિરામ બાપા આશ્રમનાં આંગણે ‘માતૃશક્તિ સૂર્યવંદના’ નું અનોખું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર સૌરાષ્ટ્ર એટલે સંત શૂરવીર અને સાવજની ધરતી. પાલિતાણા પંથકનાં પ્રસિધ્ધ સંત હરિરામબાપા ગોદડીયાનાં ભક્તો દ્વારા ભારતીય સ્વતંત્રતાના ઉષાકાળે પાલિતાણામાં સ્થાપિત શ્રીહરિરામબાપા ગોદડીયા આશ્રમના પાવન પ્રાકૃતિક અને વિશાળ આંગણમાં ૧૦૮ બહેનો ૧૦૮ સૂર્યનમસ્કાર સમૂહમાં કરી આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘માતૃશક્તિ સૂર્યવંદના’ ના આ અનોખા કાર્યકમનું આયોજન વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની પાલિતાણા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે કેન્દ્રના યોગ તજજ્ઞ દ્વારા સાપ્તાહિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત બે મહિલા શિક્ષણ સંસ્થા શ્રીમતી પી.એન.આર. શાહ મહિલા આર્ટસ એન્ડ…

Read More

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર          સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે ત્યારે ભાવનગરની ખૂબ જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર દિવસથી શાળાનાં શિક્ષકો બાળકોને યોગનાં વિવિધ આસનોની તાલીમ આપતાં હતાં. સામાન્ય રીતે કોઈપણ નવી બાબત શીખવા માટે આંખ મહત્વની ઇન્દ્રિય પુરવાર થાય છે, પરંતુ જેમણે પોતાની આંખો દૃષ્ટિ ગુમાવી હોય તેવા વ્યક્તિઓ અન્ય ઇન્દ્રિયોની મદદથી સામાન્ય વ્યક્તિઓની જેમ જ યોગ કરતા નિહાળવા એ…

Read More

ભાવનગરના ભેગાળી ગામના ઉપસરપંચે તેમના જન્મ દિવસની ઉજવણી બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે. તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી. અનાથ કે વૃધ્ધો માટે જમવાં, કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક, ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે. આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચ પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલાં ૨૦ ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં…

Read More

વાજપાઇ બેંકેબલ યોજનાનાનો લાભ લેવા ઇંચ્છુક લાભાર્થીઓએ blp.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ  સરકારની અમલીકૃત વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ જે અરજદારશ્રીઓ પાત્રતા ધરાવતા હોઇ તેવા અરજદારોને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી blp.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે વાજપાઇ બેંકેબલ યોજના માટે ૧૮ થી ૬૫ વર્ષની વય ધરાવતા હોવા જોઇએ. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધો-૪ પાસ અથવા તાલીમ/ અનુભવમાં વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ. આ યોજનામાં આવક મર્યાદા નથી.      …

Read More

બોટાદની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ      તા. ૨૧ જૂનને વિશ્વભરમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો.       આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને યોગ દિવસ ઉજવવાનું સૌભાગ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે બોટાદ જિલ્લાને પણ આ મહામૂલો અવસર મળ્યો છે. યોગ એવી પ્રક્રિયા…

Read More

ધ્રાંગધ્રા ના શિવકુજ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા           આજે 8 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ના શીવકુજ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે આજના આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 8 મા વિશ્વ યોગ દિવસ નુ આયોજન શીશુકુંજ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ. જેમાં પાલિકા પ્રમૂખ કલ્પનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને સંજયભાઈ ગોવાણી હાજર રહ્યા હતા તેમજ અધિકારીઓ,  નગરપાલિકાના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર :…

Read More

યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ”ને ખરા અર્થમાં સાકાર કરતા બોટાદના બાળકે માનવતાની મહેક પ્રસરાવી કાર્યક્રમના પટાંગણમાંથી મળેલો રૂ. ૭૬.૯૦૦નો ચેક પરત કરી વિદ્યાર્થીએ પ્રામાણિકતા દાખવી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં યોગ દિવસની ઉજવણી દરમિયાન આ વર્ષની થીમ “માનવતા માટે યોગ”નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.કૃષ્ણકુમાર વિનોદભાઈ મકવાણા નામના વિદ્યાર્થીને કાર્યક્રમ સ્થળ પરથી રૂ.૭૬.૯૦૦ની રકમનો એક બેરર ચેક અને એક બ્લેન્ક ચેક મળી આવ્યો હતો. જેને મંચ ખાતે સુપ્રત કરીને વિદ્યાર્થીએ માનવતા તેમજ પ્રામણિકતા દાખવી હતી. આ ઉત્તમ કાર્ય બદલ વિદ્યાર્થીનું મંચસ્થ મહેમાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી જૂનાગઢ જિલ્લા માં માન.ઇ.સી મેમ્બર ચંદ્રેશભાઈ હેરમાં ની આગેવાની હેઠળ રાધા દામોદર મંદિર , દામોદર કુંડ જૂનાગઢ ખાતે સમુહ યોગ નું આયોજન કરાયું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટીના કુલપતિ ડૉ. ચેતન ત્રિવેદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નરસિંહ મહેતા યુનીવર્સીટી ના કુલસચિવ ડો. મયંકભાઈ સોની તથા સ્થાનિક કોલેજો ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મિત્રો હાજર રહ્યા હતા. જૂનાગઢ ખાતે યોજાયેલ…

Read More

મહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામાં પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨માં COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમાં પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામાં ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિનામુલ્યે આપવામાં આવે છે. તદુપરાંત સરકારની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૬-૦૬-૨૦૨૨ છે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ તેમજ ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્ય, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળાની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમ્યાન ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તા.૨૨/૬/૨૦૨૨ ના રોજ મહિલા આઇ.ટી.આઇ. વિદ્યાનગર ખાતે, તા.૨૪/૬/૨૦૨૨ ના રોજ, મહુવા આઇ.ટી.આઇ.ખાતે, તા.૨૯/૬/૨૦૨૨ ના રોજ અને ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૬/૭/૨૦૨૨ ના રોજ, આઇ.ટી.આઇ. તળાજા ખાતે, તા.૮/૭/૨૦૨૨…

Read More