હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમ્યાન ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તા.૨૨/૬/૨૦૨૨ ના રોજ મહિલા આઇ.ટી.આઇ. વિદ્યાનગર ખાતે, તા.૨૪/૬/૨૦૨૨ ના રોજ, મહુવા આઇ.ટી.આઇ.ખાતે, તા.૨૯/૬/૨૦૨૨ ના રોજ અને ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૬/૭/૨૦૨૨ ના રોજ, આઇ.ટી.આઇ. તળાજા ખાતે, તા.૮/૭/૨૦૨૨ ના રોજ, ડો.આંબેડકર ભવન- પાનવાડી ખાતે, તા.૧૩/૭/૨૦૨૨ ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૧૫/૭/૨૦૨૨ ના રોજ, સિહોર, ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ, પાલીતાણા સતુઆબાબા બી.બી.એ. કોલેજ ખાતે તા.૨૨/૭/૨૦૨૨ ના રોજ, સિહોર આઇ.ટી.આઇ. ખાતે તા.૨૭/૭/૨૦૨૨ ના રોજ અને તા.૨૯/૭/૨૦૨૨ ના રોજ પાલીતાણા આઇ.ટી.આઇ. ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે. આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, મહત્તમ રોજગારી પૂરી પાડવી તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુકોને પોતાની લાયકાત અનુસાર રોજગારીની તક મળી રહે એ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, રોજગાર અધિકારી એસ. પી. ગોહિલ, મદદનીશ શ્રમ આયુક્ત એન. ડી. પાઠક, જી.આઇ.ડી.સી. ના મેનેજર ટી. જે. પાઠક, જી. એમ. બી. ના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, આર.એન્ડ બી. ના ઈજનેર, આઈ.સી.ટી ઓફિસર, જી.એમ.બી. તથા જી.પી..સી.બી. ના અધિકારીઓ તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
