ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા, એક્રોલોન્સ ખાતે અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ

“સત્ત રે વચન”: કબીર તેમજ અન્ય સૂફી ભાવના ગીતોની પ્રસ્તુતિ

સારા ન્યુઝ, રાજકોટ

રાજકોટ એટલે સંસ્કૃતિ કલા અને વારસા માટે કટિબદ્ધ, પ્રવૃત્તિઓમાં સુષુપ્ત છતાં પ્રગતિશીલ અભિગમ ધરાવતું શહેર. આ શહેરમાં છેલ્લા એક દાયકામાં અનેકવિધ સંગીત, સાહિત્ય, નાટ્ય અને અન્ય કલાઓ પ્રદર્શિત કરતા કાર્યક્રમોમાં વૈવિધ્ય પ્રેક્ષકોને પીરસવામાં આયોજકો સફળ રહ્યા છે. આવું જ એક હટ કે આયોજન થઈ રહ્યું છે રાજકોટના આંગણે અને એ કાર્યક્રમ આગામી 29 નવેમ્બર બુધવાર ના રોજ એક્રોલોન્સ ખાતે યોજાનાર છે. 

આ કાર્યક્રમ અંગે મળેલ માહિતી મુજબ INTACH એટલે કે ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ સંસ્થા ના રાજકોટ ચેપ્ટર દ્વારા “સત્ત રે વચન” શીર્ષક સાથેના કબીર તેમજ અન્ય સૂફી ભાવના ગીતોની પ્રસ્તુતિ માટે ખૂબ જાણીતા ગાયિકા શબનમ વીરમાણી ને પ્રથમ વખત લાઈવ કોન્સર્ટ માટે આમંત્રિત કરવામાં આવેલ છે. INTACH એ તમામ લલિત અને સ્થાપત્ય કલા વારસા સ્વરૂપે જાળવણી જતન અને સંવર્ધન માટે પ્રવૃત્ત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે જેના રાજકોટ ચેપ્ટર દ્વારા હગ ધ હેરિટેજ, હેરિટેજ ક્વિઝ તેમજ અન્ય જનજાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ થકી આપણા સાંગીતિક અને સાહિત્યિક વારસાને નવી પેઢી સુધી પહોચાડવા નોખી રજૂઆત સાથે પ્રસ્તુત થવાનો છે તેના આયોજનમાં રોલેક્સ બેરિંગ, બાન લેબ્સ, વિક્રમ વાલ્વ પ્રા.લી., રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ,તથા એક્રોલોન્સ દ્વારા સહયોગ મળ્યો છે. 

આ કાર્યક્રમ નું સફળતા પૂર્વક આયોજન કરવા માટે ઇન્ટેક રાજકોટ ચેપ્ટર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તથા એક્રોલોન્સ ની ટીમ ખુબ ઉત્સાહિત છે. અહીં નોંધનીય છે કે આ કાર્યક્રમ નિ:શુલ્ક રહેશે અને તેમાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું. ઇન્ટેક રાજકોટ ની દરેક પ્રવૃત્તિઓ માટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @intach_rajkot ને ફોલો કરો.  

Related posts

Leave a Comment