સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ કંકુ-ચોખાથી આ રથને આવકાર્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે લાટી ગામે પણ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે ફિલ્મ પણ નિહાળી હતી.

આ તકે, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજના પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન છે. આ યાત્રાના માધ્યમથી જેમને લાભ મળવાપાત્ર છે એવા તમામ લાભાર્થીઓને આવરી લેવાશે. વધુમાં તેમણે સરકારની તમામ વિભાગોની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને લાભ અપાયો હતો.

આ ઉપરાંત સંકલ્પ યાત્રા અંતર્ગત ઓન ધ સ્પોટ ક્વિઝમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં. આ તકે, સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યઓ અને સ્થાનિક ગ્રામજનોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment