ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે બીજા દિવસે ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો.

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ ઉજ્જવલા યોજના, એનઆરએલએમ સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓની માહિતી મેળવી હતી અને લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે પોતાનો સુખદ અનુભવ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ મારફતે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

Related posts

Leave a Comment