ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ‘મેરી કહાની, મેરી જુબાની’ વર્ણવતાં જયાબહેન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ભ્રમણ કરવાની છે ત્યારે ગ્રામજનો પણ રથના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળે છે અને જાણકારી મેળવે છે. આ રીતે ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ રહ્યા છે. આ તકે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા જયાબેનએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા હરસુખભાઈને લાભ મળતા હરસુખભાઈના પરીવારના જયાબેનએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળ વાર્તા વર્ણવતાં કહ્યું કે હુ કાજલી ગામની રહેવાસી છુ મારે ત્રણ દીકરા છે. અમારે કાચુ મકાન હતુ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાકુ મકાન બાંધવા મને એક લાખ વીસ હજારની સહાય મળી છે.વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે છેવાડાના લોકો માટે સરકાર સહાય પૂરી પાડી નાના માણસની પણ એટલી જ દરકાર કરી રહી છે. આ યોજના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment