હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લાનાં કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર વેરાવળ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ભેટાળીના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જગમાલભાઈ છાત્રોડીયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સંગઠન એફપીઓને સ્ટોલ ફાળવવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જેમા જગમાલભાઈ છાત્રોડીયા પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું હતું કે હું ૨૦૧૭થી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરુ છુ વેરાવળ તાલુકાના કેમિકલ વગરની અને વાવણીથી લઈ તેની માવજત સુધી દરેક પગલે માત્ર ને માત્ર કુદરતી રીતે જ ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર મદદરૂપ બની રહી છે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોનુ વેચાણ થાય જે અંતર્ગત જિલ્લામાં અંદાજીત 300 સભ્ય ધરાવતા ત્રણ ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) ની રચના કરવામાં આવી છે. આ FPOમાં સરકાર દ્વારા ધણી મદદ કરવામાં આવી છે અને જિલ્લામા રવિ કૃષિ મહોત્સવમાં પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો આ સ્ટોલમાંથી પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનો તેમજ સંપૂર્ણ ગાય આધારિત વસ્તુઓ જીવામૃત, ઘન જીવામૃત, ગૌમુત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, અજમાસ્ત્ર સહિતના ઉત્પાદનોનુ વેચાણ કરીને સારી એવી આવક મેળવી છે.રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વેચાણ માટે સ્ટોલ ફાળવવા સહિતની મદદ કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.