હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેમાં રાજ્ય અને જિલ્લાકક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે પાળીયાદ કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા, દરબારગઢ પ્રાથમિક શાળા તેમજ હડદડ અને ભદ્વાવડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરએ ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું. શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે જણાવ્યું હતું કે, ભણવું એ માત્ર ગોખણપટ્ટી નથી. વિદ્યાર્થીઓએ મુંઝવતા સવાલો શિક્ષકોને પુછવા જોઈએ. રમત-ગમતની સાથે નાનપણથી જ…
Read MoreDay: June 23, 2022
ડો ભારતભાઈ બોઘરનો જન્મ દિવસ નિમિતે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરનો જન્મ દિવસ નિમિતે આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પીટલ ખાતે અનેક સેવાકીય કાર્ય કરવામા આવ્યા હતા જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તમામ પ્રકારના રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પમા 720 બોટલ બ્લડ એકત્રિત થયુ હતુ અને ડૉ ભરતભાઈ બોઘરનુ રક્ત તુલા કરવામા આવી હતી આ કેમ્પની અંદર જસદણ, ચોટિલા, ગોંડલ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે ડો ભરતભાઈ બોઘર દ્વાર સેવાકીય કાર્યમાં પધારેલ સૌ નો આભાર વ્યક્ત કરેલ…
Read Moreભાવનગરમાં ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો શુભારંભ
હિન્દ ન્યુસ, ભાવનગર સમગ્ર રાજ્યમાં આજરોજ શરૂ થયેલ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે ભાવનગરમાં કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે ભૂતા રૂગનાથ શાળા નં. ૧૧ નાં ૬૮ અને શાળા નં. ૧૨ નાં ૭૦ ભૂલકાઓ એમ બંને શાળાનાં મળી કુલ ૧૩૮ નું નામાંકન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરાવવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે અને ડેપ્યુટી મેયર કુણાલકુમાર શાહે શૈક્ષણિક કીટ આપીને બાળકોનો હર્ષભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત આંગણવાડીનાં બાળકોને ચિત્રપોથી અને કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધોરણ ૩ થી ૮ ના…
Read Moreબોટાદ જિલ્લામાં તા.૨૩થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાની પરિસ્થિતિને કારણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન શક્ય બન્યું નહોતું.ત્યારે આ વર્ષે ૨૩ જૂનથી ૨૫ જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ની જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત પ્રવેશોત્સવ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં બોટાદ જિલ્લાના તમામ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા…
Read Moreતા.૨૪ મી જુને ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો પુખરાજ હેલ્થકેર પ્રા.લી.– અમદાવાદ માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા અને જાનવી ભારત ગેસ એજન્સી- બોટાદ જિલ્લા માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધો.૮ અને ૧૦ તેમજ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક રોજગાર વાંચ્છુઓએ આધાર…
Read Moreસભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજથી તા.૦૮/૦૭/૨૦૨૨ ( બંન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે. ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમા જોડાનાર વ્યકિતઓને તેમજ સબંધિત તાલુકા એકઝીક્યુટીવ…
Read Moreભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં વિકાસની પ્રતિબધ્ધતા સાથે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓની બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેન શ્રોફના શતાબ્દી વર્ષ પ્રસંગે એક્સલ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ કર્મચારીઓ શિશુવિહાર સંસ્થામાં એકત્રિત થયાં હતાં. ઉદ્યોગના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર દિપેશભાઈ શ્રોફની અધ્યક્ષતામાં મળેલ એક્સલ ઇન્ડસ્રીહતઝના પૂર્વ કર્મચારીઓ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તેમજ એન્જિનિયરો અને વિષય નિષ્ણાંતોએ ભાવનગરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. કાંતિભાઈ શ્રોફ દ્વારા પ્રોત્સાહિત “પ્રાથમિક સારવાર અને આપત્તિ નિવારણ” ની ઉમદા પ્રવૃત્તિ ભાવનગરની ૧૦૦ શાળાઓના નાના બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી લેનાર શીશુવિહાર સંસ્થા માટે પણ આ પ્રસંગ સૌનો આદર વ્યક્ત કરવાનો બની રહ્યો હતો. એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના કન્સલ્ટર…
Read Moreતળાજા તાલુકાના ઘાટરવાળા ગામના દિવંગત ચેતનાબેન ભાંભેરા પરિવારને મુશ્કેલીના સમયમાં ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ અંતર્ગત રૂા.૨ લાખની સહાય મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર જીવનનો કોઇ ભરોસો નથી હોતો. ક્યારે કોનું તેડું આવી જાય તે કહી ન શકાય તેટલી આપણી જીવનશૈલી ઝડપી બનતી જાય છે. આપણાં ગયાં બાદ આપણી પાછળના લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ઘરના વડીલની જેમ ચિંતા કરતાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વીમા યોજના દ્વારા દિવંગતના પરિવારજનોને આર્થિક રક્ષણ મળે તે માટે ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ ની શરૂઆત સનેઃ ૨૦૧૫ ની શરૂઆત કરવામાં આવી હતી. વાર્ષિક માત્ર રૂા.૩૩૦ માં તળાજા તાલુકાના ઘાટરવાળા ગામના ભાંભેરા ચેતનાબેન મુન્નાભાઈના પરિવારજનોને મુશ્કેલીની પળોમાં તાત્કાલિક રૂા. ૨ લાખની સહાય મળી…
Read Moreભાવનગર જીલ્લાના સિહોર તાલુકામાં વાવડી(વાછાણી) ગામે એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા હાથ બનાવટની અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલાઓ નાનો મોટો વ્યવસાય કરીને આગળ વધે તે માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની બહેનો માટે વાવડી(વાછાણી) ગામે તા ૨૦ જૂન, ૨૦૨૨ થી ૧૦ દિવસીય હાથ બનાવટની અગરબત્તી બનાવવાની નિ:શૂલ્ક તાલીમના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે DDMDDM(NABARD) દીપકકુમાર ખલાસ, નિયામક ગૌતમકુમાર ચૌહાણ, નીલેશભાઈ બરોલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવો દ્રારા ગામની મહિલાઓને ગામમાં જ રોજગારીની તકો મળે તે માટે એસ.બી.આઇ. દ્વારા વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરીને મહિલાઓ આત્મનિર્ભર બની…
Read Moreજિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત તા.૨૬ જૂનનાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત“નું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૨૬/૦૬/૨૦૨૨ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે.…
Read More