ડો ભારતભાઈ બોઘરનો જન્મ દિવસ નિમિતે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

       પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરનો જન્મ દિવસ નિમિતે આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પીટલ ખાતે અનેક સેવાકીય કાર્ય કરવામા આવ્યા હતા જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ તમામ પ્રકારના રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પમા 720 બોટલ બ્લડ એકત્રિત થયુ હતુ અને ડૉ ભરતભાઈ બોઘરનુ રક્ત તુલા કરવામા આવી હતી આ કેમ્પની અંદર જસદણ, ચોટિલા, ગોંડલ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે ડો ભરતભાઈ બોઘર દ્વાર સેવાકીય કાર્યમાં પધારેલ સૌ નો આભાર વ્યક્ત કરેલ

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment