જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત તા.૨૬ જૂનનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત“નું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૨૬/૦૬/૨૦૨૨ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. તેમાં નીયમ મુજબ માંડવાળ કરીને દંડ ભરપાઈ કરી કોર્ટમાં કેસો દાખલ થયા વિના આવા ઈ-મેમોના કેસોનો નિકાલ થઈ શકે તેમ છે.

આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી. જી. વી. સી. એલ., નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન ), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે.

પક્ષકારોએ રાશમય લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાં સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment