રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થયો પૂર્ણ, 4.50 લાખ લોકોને મળશે લાભ, 10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ છે, જેનું તેઓ ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકાર જણાવે છે કે આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ અમારા…

Read More

ગુજરાતની વધુ એક બેવડી સિદ્ધિ “સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ-ર૦ર૧-ર૨’’માં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં…

Read More

આગામી તા.૨૨ ના રોજ ઉમરાળા તાલુકામાં સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૨/૦૬/૨૦૨૨ ને બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા અંગે કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી…

Read More

ભાવનગર જિલ્લામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના અટકાયતી પગલાં અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પાણીજન્ય અને વાહક્જન્ય રોગચાળાના અટકાયતી પગલાં અંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કૉ- ઑડીનેશન કમિટી, સંચારી રોગો, પી. સી. એન્ડ પી. એન.ડી.ટી. એક્ટ અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આઇ.ડી.એસ.પી. રિપોર્ટ્સની સમિક્ષા, ન્યૂ ઇમર્જિંગ અને રિઇમર્જિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝની ચર્ચા, જિલ્લા ખાતે નોંધાયેલ રોગચાળાની સમિક્ષા, કોવિડ-૧૯ રોગચાળાની સમિક્ષા, પાણીજન્ય રોગચાળો અટકાવવા સતર્ક રહી આગોતરાં પગલાં લેવાં બાબત ખાસ કરીને ક્લોરીનેટેડ પીવાના પાણીના વિતરણ, પાણીની ટાંકીઓની આસપાસ સ્વચ્છતા જાળવવા તથા પાણીની ટાંકી અવારનવાર સાફ કરવા, પાણીની લાઇનમાં મુખ્ય વાલ્વ લીકેજ તથા પાણીની લાઇનમાં લીકેજ હોય…

Read More

ભાવનગર જિલ્લાનાં ૧૫ ગામોમાં પશુપાલન માટે કૃત્રિમ બીજદાન માટેના મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં ધો-૧૦ પાસ બેરોજગાર યુવાનોને અર્થે પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે ભાવનગર જિલ્લાનાં નિયત કરેલ ૧૫ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવાની છે. રસ ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫/૦૬/૨૦૨૨ સુધીમાં તેમનાં તાલુકાનાં પશુદવાખાનાં ખાતે લેખિત અરજી કરવાની રહેશે. આ કેન્દ્રો સ્વરોજગારી હેઠળ ખોલવાનાં હોય તે માટે કોઇ પગાર મળવાપાત્ર નથી તેમજ ગામોની યાદી જોવાં માટે તાલુકાનાં પશુદવાખાનાનો સંપર્ક કરવાં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો ચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Read More

કાલાવડ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે બાઇક રેલી યોજાય 

હિન્દ ન્યુઝ, કાલાવડ    આજામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજરોજ કાલાવડ કોંગ્રેસ દ્વારા મોંઘવારી તેમજ ડિજિટલ જમીન માપણી મુદ્દે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સાંજે ૦૪:૦૦ વાગ્યાના સુમારે કાલાવડ વિધાનસભા- ૭૬ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયાનાં કાર્યાલય થી શરુ થઈ, કાલાવડ સરદાર ચોક, આંબેડકર ચોક, બાપા સીતારામ મઢુલી થી સણોસરા, નવાગામ સુધી પહોંચી હતી. આ બાઇક રેલીમાં જામનગર જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, જામનગર જિલ્લા પૂર્વ પ્રમુખ જે.ટી.પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી નજમાબેન જુણેજા, તાલુકા પ્રમુખ દિપકભાઈ વસોયા, કાલાવડ શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા, તાલુકા ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, તાલુકા મહિલા પ્રમુખ…

Read More

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી

હિન્દ ન્યુઝ, કાલાવડ     આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત ભાવનગર મુકામે યોજાયેલ, ૧૧ માં ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટમાં ૧૧ વર્ષથી નીચેની વયજૂથ એથ્લેટિક્સ સ્પર્ધામાં, શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સોલંકી રીંકલ અરવિંદભાઈ તથા ભુરીયા પ્રકાશ જાલમસીંઘે જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલમાં ઉચ્ચા રેન્ક સાથે ખેલાડી તરીકે પસંદગી મેળવીને શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળા, ગામ તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તકે શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઇ હંસરાજભાઇ પુંભડિયા તથા કાલાવડ તાલુકાના ખેલ મહાકુંભ રમત કન્વીનર રમેશભાઈ મોહનભાઇ દોંગા તથા તેમના…

Read More

વરસાદી ઝાપટા વચ્ચે વીજળી પડતાં હારિજ ની એક મહિલા નું થયું મોત

હિન્દ ન્યુઝ, રાધનપુર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ના વલસાડ નવસારી થી દમણ વરસાદ ની શક્યતાઓ છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર માં અમરેલી ગીર સોમનાથ જિલ્લા ના કેટલાક ભાગો માં વરસાદ વરસી સકે છે, દક્ષિણ ગુજરાત થી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જઈ સકે છે. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો છે,ઉતર ગુજરાત ના કેટલાક ભાગો મા વરસાદી માહોલ છવાયો છે. ગઈ કાલે હારિજ તાલુકા ના રોડા ગામ માં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક મહિલા નું કરુણ મોત નિપજ્યું હતું, જે ઘટના…

Read More

જુનાગઢ ખાતે જલારામ મંદિર ખાતે 19 માં પાટોત્સવ નિમિત્તે અન્નકૂટના દર્શન અને મહિલા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જુનાગઢ જૂનાગઢ આઝાદ ચોક (હવેલી ગલી) ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આજરોજ 19 માં પાટોત્સવ નિમિત્તે સવારથી અન્નકૂટના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. ખુશાલભાઈ છગનભાઈ તન્ના અને જમનાદાસ ભાઈ નાનાલાલભાઈ કારીયા તરફથી અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યો હતો અને સાંજે ૫ થી ૭ મહિલા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલુ માસ જૂન-૨૦૨૨ તથા આગામી જૂલાઇ-૨૦૨૨ ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ્રી વંગવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની…

Read More